________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(રપ) તેથી પૂર્વે તેની ઉગમણી દિશાએ સાબરમતી વહેતી હેવી જોઈએ, ખડાયતા જૂની નગરી હતી પણ તે સંબંધી તેની પ્રાચીનતાના ઘણા પ્રાચીન લેખે મળી આવ્યા નથી, પણ ભવિષ્યમાં લેખે મળે તે સંભવ છે. ફાર્બસ રાસમાળામાં ખડાયતનું નામ આવે છે. વિજલદેવ પરમારે જ્યારે વિજાપુર પાસેનું તથા મસીયા મહાદેવ પાસેનું કેટડા ગામ માર્યું ત્યારે તેણે ખડાયતાના મિતલ ઠાકરેની મદદ લીધી હતી. વિ. સં. તેરમા સિકામાં વિજલદેવપરમારે વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો હતો. તે વખતે ખડાયત જૂનું હયાત હતું પણ ત્યાં ભિલ ઠાકરેની રાજ્યસત્તા હોવાનું સિદ્ધ થાય છે.
વિ. સં. ૧૩૫૬-૫૭માં દિલ્હીના અલ્લાઉદ્દીન બાહુશાહના ગુજરાતના સેનાપતિ જફરખાને પાટણ જીત્યું અને તેણે સિદ્ધપુર, વડનગર, વિજાપુર, વીસનગર અને ખડાયતનાં મંદિરો તોડ્યાં, વિ. સં. ૧૩૩૩ લગભગમાં તે ખડાયતમાં ખડાયતા વાણિયાઓએ જૈન પ્રતિમા ભરાવી (કરાવી) હતી, તે ધાતુ પ્રતિમાને લેખ છે. જે આ ગ્રન્થમાં છે. ખડાયતમાં જે વાણિયાઓ વસતા હતા તે વિ. સં. ૧૩૫૬ માં જફરખાનની ચડાઈથી અને પન્નરમા સોળમા સૈકામાં અમદાવાદના સુલતાન અહમદશાહ તથા મહમદ બેગડાની દેરાસર તેડવા વગેરેની ચડાઈથી કંટાળીને અહીંથી તેઓ નડિયાદ, મોડાસા, હલદરવાસ, ઉમરેઠ વગેરે તરફ રહેવા ગયા. ખડાયતા વાણિયાઓ પહેલાં જૈન શ્રાવકે હતા ને પાછળથી તેઓ વૈષ્ણવ થયા એમ જૈન ધાતુ પ્રતિમાઓના લેખો ઉપરથી માલુમ પડે છે. ગુજરાતના સેનાપતિ જફરખાન તથા ગુજરાતના સુલતાન અહમદશાહ વગેરેના વખતમાં ખડાયત ભાંગ્યું અને મંદિર તૂટ્યાં. કટાર્કનું દિર પણ તે વખતે તૂટેલું અને પાછળથી પન્નરમા-સેળમા સૈકામાં નવું બંધાયેલું લાગે છે. તેનું કારણ એ છે કે-હાલના કટાર્ક મંદિરમાં પન્નરમા સોળમા સૈકાની ઇંટે, તે વગેરેમાં ચણાએલી છે. જે હાલ છે તે કટાર્ક મંદિર પ્રાચીન મંદિર હોત તે તેના પાયામાં તેમાં એકે હાથની ઈટ હેત પણ તે નથી-તેથી તે પારમા સેળમાં સૈકાનું નાના ઘાટનું બંધાવેલું લાગે છે અને મૂર્તિ તે પૂર્વની વાતે
For Private And Personal Use Only