________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩) વિજાપુરમાં થએલા આચાર્યો તથા વિજાપુરમાં રચાયેલા
ગ્રંથા,
અંચલગચ્છ ૫૧ એકાવનમી પાટપર સિંહપ્રભસૂરિ થયા. તે વિજાપુરમાં અરસિંહ શ્રેણીની પ્રતિમતિ ભાર્યાની કુખે સંવત ૧૨૮૩માં જન્મ્યા. સં. ૧૨૯૧માં દીક્ષા લીધી. તેઓએ શિષ્યાવસ્થા છતાં ગુરૂ સાથે વાદ કરવા આવનારાઓને બુદ્ધિથી હરાવ્યા. સં. ૧૩૦૯ માં આચાર્યપદ અને ગચ્છનાયક પદ સં. ૧૩૧૩ માં નિર્વાણ પામ્યા.
સં. ૧૭૦૮ માં વિજાપુરમાં વિજ્યાદશમીએ ઉપાધ્યાય ભાવવિજયજીએ ચંપકમાલા ચરિત્ર રચ્યું.
चम्पकमाला चारित प्रशस्तिः तपगणगगनरवीणां, श्री विजयानंदसूरिशक्राणाम् । राज्ये कथानक मिदं, भावविजयवाचक स्तेने ॥१॥ सिद्धिगगन मुनिचन्द्र प्रमितेऽन्दे १७०८ विजयदशमिकासु । विद्यापुरे वितेने कथाममूं सोऽर्थितः प्राज्ञैः ॥ २ ॥ महासती वृत्तमिदं वितन्वताऽयुक्तं यदुक्तं मयकाल्पबुद्धिना । मिथ्याऽस्तु तत्पापमपा ग्रहस्यमे सद्भिश्चतच्छोध्यमुदारबुद्धिभिः ॥३॥
इतितपागच्छाधिराजश्रीविजयदानमूरीश्वरशिष्य महोपाध्याय श्री विमलहर्षगणिशिष्यमहोपाध्याय श्री मुनि विमलगांण शिष्योपाध्याय श्री भावविजयगणिविरचितं चंपकमालाचरितम्.
વિદ્યાપુર વાસ્તવ્ય પં, દેવરત્ન ગણિએ વિ. સં. ૧૮૧૫માં શીલ સંબંધે ગજસિંઘ કમારને રાસ બનાવેલ છે તેની પ્રશસ્તિ નીચે પ્રમાણે છે.
For Private And Personal Use Only