________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૩) સ્વપત્ની મંગુબાઈની સલાહથી, તથા દેશી લલ્લુભાઈ કાલીદાસની સલાહથી અને અમારા ઉપદેશથી વિ. સં. ૧૯૮૦ માં દાદાનો દેરી બંધાવી. વિ. સં. ૧૯૮૦ ના માગશર સુદિ પાંચમે સુમુહૂતે શ્રી આદીશ્વરપ્રભુની પાદુકા, તથા શ્રી મહાવીર તીર્થંકર પ્રભુની પાદુકા તથા તપાગચ્છ ધુરંધર જગદ્દગુરૂ શ્રી હીરવિજયસૂરિની પાદુકા તથા સંવિગ્ન સાધુ શિરોમણિ દાદા ગુરૂ શ્રી રવિસાગરજી મહારાજની પાદુકા તથા પરમશાંત ક્રિયાદિ ગુણગણમૂર્તિ શ્રી સુખસાગરગુરૂ મહારાજની પાદુકાની પ્રતિષ્ઠા કરી છે. અને તે દિવસે શેઠ નાનચંદ નગીનદાસે નવકારશીનું જમણ કર્યું હતું અને પાદુકા આગળ સત્તરભેદી પૂજા ભણાવીને મહોત્સવ કર્યો હતે. પેથાપુરવાલા જેન વેદ્ય શા. ચંદુલાલ મગનલાલે ચહથગ્ય પ્રતિષ્ઠાનાં ધાર્મિક કાર્યો કરાવ્યાં હતાં. પાંચ પાદુકાના વચ્ચલા ગોખલામાં શ્રી ચકેશ્વરીદેવીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી સ્થાપના કરી છે. શા. જયંતીલાલ લલુભાઈ કરમચંદે ચડેશ્વરીદેવીની સ્થાપના કરી છે. શેઠ નાનચંદભાઈ નગીનદાસે તથા શેઠ ભેગીલાલ નગીનદાસ એ બે ભાઈઓએ તથા તેઓની પત્નીઓએ પાદુકાઓની સ્થાપના કરી છે. માગશર વદિ. છઠ્ઠના દિવસે પાલીતાણા જેનગુરૂકુલના સેક્રેટરી શા. લલ્લુભાઈ કરમચંદે દેરી આગળ નવપદની પૂજા ભણાવી ઉત્સવ કર્યો હતો. દેરી બંધાવવા વગેરેનું અઢી હજાર રૂપિયા લગભગ ખર્ચ થયું છે. આ જગ્યાએ જેન બેડીગ જેવી સંસ્થા જે થાય તે દેરીમાં દાદાનાં પગલાંની પૂજા વગેરે થાય તથા વિજાપુર જેનેની મહત્તા વધે. પદ્રના સ્થાનની પાસે ઈદગાના ચરામાં સે લગભગ લીંબડા છે. તેની હવાને લાભ ખરેખર અહીં રહેનારાઓને મળી શકે તેમ છે. વિજા. પુરના જૈનોને આ સ્થાન હવા માટે અનુકુલ છે. વિજાપુરમાં ધાર્મિક કાર્યો કરનાર કર્મયેગી પ્રખ્યાત દેશી નથુભાઈ મંછાચંદના ભત્રીજા દેશી લલ્લુભાઈ કાલીદાસે પોતે જાતે આત્મભેગ આપીને દેરી બંધાવવામાં ભાગ લીધો છે. શેઠ મગનલાલ કંકુચંદના પટ્ટના બે ઓરડાઓ છે તે સાધુએ વગેરેને રહેવા માટે ઘણું ઉપયોગી છે. તથા મગનલાલ કંકુચંદનો બે ઓરડાવાળી જૈન ધર્મશાળા પણ જેનોમાટે ઘણું ઉપયોગી છે.
For Private And Personal Use Only