________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦) શેઠાણની મરજી પ્રમાણે શા, લલ્લુભાઈ કરમચંદે તથા શેઠ ઉમેદભાઈએ તેર હજાર રૂપિયા ખર્ચીને બે ઓરડીઓ સહિત પદને હોલ ત્રણસે મનુષ્યો બેસી શકે એ કરાવ્યું. વિ. સં. ૧૭૯ થી ત્યાં બને પટ્ટ બંધાય છે. શેઠાણું તરફથી કાર્તિકી પુનમના દિવસે પટ્ટનાં દર્શન કરનારાઓને ખાંડ સાકરનું પાણી પાવામાં આવે છે. વિ. સં. ૧૯૭૯ ના ચોમાસામાં દોઢ હજાર રૂપીયા ખર્ચીને પટ્ટની પાસે મંગુ શેઠાણીએ બે ઓરડીઓ સહિત જૈન ધર્મશાળા બંધાવી છે, તથા કુવાની પાસે પોતાના ખેતરની જગ્યામાં કણબીઓ વગેરેના કહેવાથી પશુઓ વગેરેને પાણી પીવા માટે શેઠાણી મંગુ બેને એક હવાડે બંધાવ્યો છે. શેઠ મગનલાલ કંકુચંદની પાછળ તેમની પત્ની શ્રાવિકા મંગુબેને એવી રીતે ધર્મમાર્ગમાં લક્ષમીને વાપરી છે તેથી તેમને ધન્યવાદ ઘટે છે. ભવિષ્યમાં પટ્ટના બે ઓરડામાં સાધુઓ તથા સાધ્વીઓ ઉતરશે. યાત્રાળુ પરગામના જેનો વગેરે જૈન ધર્મશાળાનો સદુપયોગ કરશે. કોઈ સાધુ અગર સાધ્વી ત્યાં મરણ પામશે તે ત્યાં તેમના શરીરને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. પ્રવચનસારે દ્ધાર વગેરે ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે –
મરણ પામેલા સાધુઓના અને સાધ્વીઓનાં શરીરને અગ્નિસંસ્કાર જે ગામ-પુરના નૈરૂત્યકુણામાં કરવામાં આવે છે તે ગામ-પુરની ચઢતી થાય છે અને સંઘની ચડતી થાય છે.” તેથી હવે વિજાપુરની નૈરૂત્યકુણે શેઠ મગનલાલની વાડી છે, તેથી ત્યાં સાધુએ વગેરેના શરીરને અગ્નિસંસ્કાર કરે તે શાસ્ત્રસમ્મત રહેવાથી સંઘ તે પ્રમાણે કરશે. જલયાત્રાના વરઘોડા વગેરે માટે પટ્ટનું ખેતર ઘણું ઉપયોગી થશે, તથા ગામમાં પ્લેગ ચાલતો હોય ત્યારે પટ્ટની જગ્યાને હાલ છે, તે સાધુએ આદિ માટે ઉપચેગી થઈ પડશે. સાધુ સાધ્વીને દીક્ષા આપવામાં તે સ્થાન ઉપયેગી થઈ પડશે. કારણ કે ત્યાં બે આશપાલવના ઝાડ વાવ્યાં છે. પરગામથી વિહાર કરીને સાધુઓને ગામમાં આવતાં પૂર્વે વાડીમાં બે ત્રણ દિવસ રહેવા માટે તથા શ્રાવકોને ઉજાણી માટે તથા ત્યાં આદિશ્વર ભગવાનની દેરી થવાથી પૂજા વગેરે ભણાવવા માટે તથા આનંદ જમણું કરવા માટે તે જગ્યા અત્યંત ઉપયોગી થઈ પડે
For Private And Personal Use Only