________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ચનામૃત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા.
સુખ આશા પુદ્ગલ વિષે, ભ્રાંતિ મૂઢ મન હોય; દુ:ખ આશા પુદ્ગલ વિષે, મૂર્ખ ન જાણે કાય. સુખ આશા પુરમાં નહીં, જાણે જે હિત લાય; ચેતન સુખ આશા ગ્રહી, પરભાવી નહીં થાય. સુખ દુ:ખ સમજણ નહીં, સત્યાસત્ય વિવેક; પ્રગમ્યા નહીં જસ મન વિષે, અજ્ઞ શિરોમણિ ટેક બાહ્ય ધન મમતા ગ્રહી, અંતર ધૃત કરે ત્યાગ ત્યાગ ગ્રહણ વિવેક નહીં, તેને નહીં શિવરાગ, ધામધૂમમાં ધર્મ જ્યાં, અંતર નહીં ઉપયોગ; બાહ્ય દૃષ્ટિથી દેખતાં, તેજ કર્મના ભાગ જેમ ચાલે તેમ ચાલતા, યશ કીર્તિની આશ તેથી શિવ સુખ વેગળુ, છૂટે નહીં દુઃખ પાશ દૃષ્ટિરાગે ધર્મ જ્યાં, માની બેઠા લાકડું સત્ય ધર્મ સમજે નહીં, તસ તપ જપ છે ફાફ અંધાધૂંધે ધર્મ જ્યાં, જ્યાં નહિ યુક્તિ પ્રચાર; તરે નહીં સંસારને, મિથ્યાત્વી નરનાર ચડતી પડતી સંસારની, નિશ દિન ચાલી જાય; તેને પેાતાની મહી, ચતુર્ગતિ લટકાય. ચડતી પડતી નહીં આત્મની, ચેતન અચલ અનાશ; સમજે તે ભવ સુખ લહી, તાડે કર્મના પાશ સ્વતંત્ર પરતંત્રની, જેને નહીં શુદ્ધ બુદ્ધિ; સ્વતંત્રાદિક પરમહી, મનમાં ગ્રહે કુબુદ્ધિ કર્મ વશ નહિ પર પ્રભુ, સ્વતંત્ર તે નિરધાર; સંસારી પરતંત્ર છે, સમજે છે અણુગાર દુ:ખ સહુ સંસારમાં, સુખ ભેગી છે સિદ્ધ; સમજે તે વિ સુખ લહે, પામે શાન્ધત રૂદ્ધિ વૈરાગે ચિત્ત વાળીને, જે કરશે શુદ્ધ ધર્મ; કર્મ ભર્યું હઠાવીને, પામે શાશ્વત શર્મ.
For Private And Personal Use Only
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
હું