________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
૧૦. સુરત મધે શ્રી મનમોહનપાર્શ્વનાથના દેરે માગશર વદ ૧૦ મે શ્રી પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક હોવાથી તે દીવસે આંગી પુજા અને સ્વામી વચ્છળ કરવા રૂ. ૫૦૦૦) ની રકમ આપેલી છે.
૧૧. સુરત ગોપીપરા મધે એક નવીન ધર્મશાળા બંધાવી છે, તેમાં રૂ. ૨૦) હજાર ખર્ચ થયા છે, તેમાં અડધી રકમ તેઓ તરફથી અપાયેલ છે.
૧૨. પાલીતાણામાં જાત્રાળુઓ માટે એક ધર્મશાળા બંધાવી છે, જેમાં રૂ, ૨૦૦૦૦) ખર્ચાયા છે.
૧૩. ધર્મચંદ ઉદેચંદ જીર્ણ મંદિર દ્વારા ફંડમાં રૂ. ૨૫૦૦) આપેલા છે.
હજુ જાહેર કાર્યોમાં કરેલ મદદ હમારી જાણ બહાર રહી જાય છે, એમ હમારું માનવું છે, કેમકે તેમનાં શુભ કાર્યો હમેશાં ચાલુજ હતાં. દ્રવ્યમાં સુખી હતા તે જ પ્રમાણે પુત્રોના પરીવાર વડે પણ સુખી હતા. મેટા પરીવાર છતાં બધા સંપથી ભેગા છે, એ શેઠશ્રીની પુન્ય પ્રકૃતી કંઈ જેવી તેવી ન કહેવાય. આ ગ્રન્થના પ્રગટાર્થે રૂ. ૩૦૦ ) ની મદદ તેમના સુપુત્રો તરફથી મળી છે. આવા દાનેશ્વરી નરરત્ન જેન કોમમાં હજારો જન્મ અને જૈન ધર્મની ચઢતીમાં મદદ કરતા રહે, તેમ ઈચ્છીએ છીએ. મુંબઈ ]
ચી. ચંપાગલી.
અધ્યાત્મજ્ઞાન સાર સંઘ
For Private And Personal Use Only