________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૧. સ્વાધ્યાય-ભાવશ્રાવક પ્રતિદિન અપૂર્વ મુતનું ગ્રહણ કરે છે, પઠન કરે છે, વાચન, પૃચના, પરાવર્તના, અનુપ્રેક્ષા, અને ધર્મ કથા એ પ્રાંચ પ્રકારને સ્વાધ્યાય જાણવો. ગુરૂ પાસે અભ્યાસ કરતાં, પલાંઠી, ઓઠગણ, પાદપ્રસારણું અને વિસ્થા તથા હાસ્યને ત્યાગ કરવો. આસન કે શ. ચામાં રહી પુછવું નહીં, પરંતુ ગુરૂ પાસે આવીને ઉકાસને બેસી બે હાથ જેડી પુછવું. નિર્દોષપણે પદચ્છેદપૂર્વક શ્રાવકે સૂત્રનું સ્મરણ કરવું તે પરાવર્તન જાણવું. અનુપ્રેક્ષા એટલે અર્થનું ચિત્તવવું, જિનાગમમાં કુશળ એવા ગુરૂએ સંભળાવેલા સૂત્રોના અર્થે સબંધી વિચાર કરે. એકાગ્ર મનથી તત સંબંધી રહ વિચારવાં.
ગુરૂની કૃપાથી જે શુદ્ધપદેશ સમજાયો હોય, ગુરૂએ જે જે તો સમજાવ્યાં હોય તેમજ પોતાને અને અન્યને ઉપકારક હોય તે કેવળ ધન વગેરે આછાવકાને ત્યાગ કરીને એગ્ય જનને સમજાવવાં. ભાવશ્રાવક ધર્મનાં તાના બાધવડે આજીવિકા ચલાવતું નથી. જેના વડે આત્માનું કલ્યાણ થાય તે વડે પિતાની આજીવિકા ચલાવવાથી પરમાર્થ બુદ્ધિને નાશ થાય છે, અને દોકડા માટે ધર્મકથા કરનારની પેઠે વર્તવાથી લોકોમાં ધર્મ કથાના નામે રળી ખાનાર ગણાય છે. માટે ભાવશ્રાવક સ્વાર્થી બુદ્ધિને ત્યાગ કરીને ધર્મ કામ કરે છે. ગમે તે ચોગમાં જોડાયો તે મનુષ્ય સમય સમય પ્રતિ અસંખ્યાત ભવનાં પાપ ખપાવે છે અને સ્વાધ્યાયમાં ઉપયોગી રહ્યા થકી મનુષ્ય તેથી પણ અધિક ભવનાં પાપ ખપાવી શકે છે. સ્વાધ્યાયથી પ્રશસ્તધ્યાન રહે છે. સ્વાધ્યાય ઉત્તમ તપ છે. સ્વાધ્યાયથી સર્વ પરમાર્થ તનું જ્ઞાન થાય છે.
૨, ક્રિયાનુષ્ઠાન-તપ, નિયમ અને વન્દન વગેરે કરવામાં ભાવશ્રાવક નિત્ય ઉદ્યમવંત રહે છે. બાર પ્રકારે તપ જાણવું. રસ્તે ચાલી થાકેલા તપસ્વી તથા લોચ કરનાર મુનિને ધી વગેરે દેવાની બાબતના અભિગ્રહને નિયમ કહે છે. રસ્તે ચાલી થાકેલા ગ્લાન, જ્ઞાન ભણનાર, “લોચ કરનાર” તેમજ તપસ્વી સાધુને ઉત્તર પારણે દીધેલું દાન બહુ ફળવાળું થાય છે.
વદના એટલે જિન પ્રતિમા તથા ગુરૂને વન્દન કરવું, જિન પૂજા કરવામાં ભાવશ્રાવક નિત્ય તત્પર રહે છે.
. વિનય–ગુણીજનો પ્રતિ અભ્યસ્થાન વગેરે વિનય જરૂર બતાવો જોઈએ. પાસે આવેલા દેખીને ઉઠીને ઉભા થઈ બે હાથ જોડવા, ગુરૂવચ્ચે આવતા જોઈને તેમની સાથે જવું, અને મસ્તકે અંજલી બાંધવી અને પિતે પોતાના હાથે આસન આપવું. ગુરૂજન બેધ્ય પશ્ચાત બેસવું, તેમને વ
For Private And Personal Use Only