________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વચનામૃત.
૧૧૭
ક્ષય કરી અને અઘાતી કર્મને પણ નાશ કરી મુક્તિપદ પામે છે તે જ અર્તિત વચ્ચે અનંત કી મુ િપયા અને અનંત કાશે.
धर्मोन्नति. જગતમાં સર્વ પ્રકારની ઉન્નતિ કરતાં ધર્મોન્નતિ શ્રેષ્ઠ છે. ધર્મોન્નતિથી અનેક જીવોનું કલ્યાણ થાય છે. તત્ત્વજ્ઞાન અને યોગજ્ઞાન વિના ધર્મોન્નતિ થઈ શકતી નથી. ધર્મોન્નતિ વિના મનુષ્યોના હૃદયબળ ખીલી શકતાં નથી. દેવતા સમાન પરાક્રમ કરવું હોય તો હૃદયબળ ખીલવવું જોઈએ. સર્વ જીવોના આત્માને પિતા સમાન લેખી સર્વના ભલા માટે સ્વાત્મિક શક્તિને આપનાર મહાત્માઓ સત્વર ધર્મોન્નતિ કરી શકે છે. આખી દુનિયાના ભલામાં જેઓ પિતાનું ભલું સમજે છે તેઓ આ માર્ગને ખુલ્લો કરવા પ્રયત્ન કરે છે. ગમે તે ભાષામાં, ગમે તે દશામાં આત્માનું સ્વરૂપ સમજાવ્યાથી દરેક છો પિતાના સમાન બીજા આત્માઓને ગણી ધર્મોન્નાત કરી શકે છે અને મનવડે પણ અન્યનું ખરાબ કરવા પ્રયત્ન કરતા નથી. આત્માની જ્ઞાનાદિ અનન્ત શક્તિયોને ખીલવવાના ગુપ્ત સિદ્ધાનું ગુરૂઓ શિષ્યોને જ્ઞાન આપે છે અને જગત માં સર્વના ભલા માટે પ્રયત્ન કરે છે. ધર્મ એટલા શબ્દ ઉપર લાખો પુસ્તક રચાયાં છે, અને હજી રચાય છે. સર્વ પુસ્તકોનો સાર એ છે કે આત્માના જ્ઞાનાદિ ગુણે પ્રાપ્ત કરવા ગમે તે રીતે પ્રયત્ન કરવા. ધર્મ સમજાય તે સડેલ છે. જગત જીવોને ખરા ધર્મની પ્રાપ્તી થઇ હોય તેનાં લક્ષણ નીચે મુજબ છે. ૧ જગતના સંર્વ જીવોનું રક્ષણ કરવા પ્રયત્ન કરે છે. પોતાના આત્મા
સમાન સર્વ જીવોને ગણે છે. ૨ બાહ્ય જડ સ્થલ પદાર્થોમાં નહીં મુંઝાતાં તે આત્માની અંદર રહેલા
ગુણોને શોધે છે. ૩ જગતના જીવોનું ભલું કરવા તે ભાવ, ધ્યાને ધારે છે. જ પ્રત્યેક જીવોની દિવ્ય જ્ઞાનચક્ષુ ખીલવવા ઉપદેશ આપે છે. ૫ મનની સમાનતા જાળવીને તે બાહ્ય ધર્મનાં કાર્યો કરે છે. ૬ સર્વ જીવોને ધર્મના રસિક બનાવવા પ્રયત્ન કરે છે. ૭. આત્મામાં રહેલી પરમાત્મતાને મેળવવા ધ્યાન-સમાધિ કરે છે. અને
મનની ઈચ્છાઓને ત્યજે છે. ૮ જ્યાં ત્યાં ગુણાનુરાગ દષ્ટિ ધારણ કરે છે, જ્યાં ત્યાં સળુણોની ભાવના ન કરે છે, અને દુર્ગણોને ટાળે છે.
For Private And Personal Use Only