________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ ) પ્રશ્ન-ઈશ્વર-લીલા કરવા માટે જગતને બનાવે છે એમ કેમ મનાય?
ઉત્તર–અલબત ન મનાય. શું ઈશ્વરને પણ બાલકની પેઠે લીલા કરવાનું ગમે છે-બાળકે તે સુખના માટે ક્રીડા કરે છે. શું ઈશ્વરને જગત્ બનાવ્યા પહેલાં દુઃખ હતું કે પાછળથી સુખને માટે લીલારૂપ જગતું બનાવ્યું? જે ઈશ્વરને જગતની પહેલાં દુઃખ હતું એમ તે કદી કહેવાશે નહીં. પ્રથમ દુઃખ હતું એમ કહેવાથી દુઃખનો ભક્તા ઈશ્વર ઠરવાથી ઈશ્વરનું ઈશ્વરપણું ચાલ્યું ગયું–પ્રથમ ઈશ્વરમાં અનન્તસુખ હતું તેપણ લીલામાટે જંગત બનાવ્યું એમ પણ કહેવાશે નહીં કારણ કે જેનામાં અનન્તસુખ છે તેને જગત્ બનાવવાની શી જરૂર? અલબત કંઈ પણ પ્રયજન જણાતું નથી–જેને પરિપૂર્ણ સુખ નથી તે અન્ય વસ્તુઓ દ્વારા સુખ લેવા પ્રયત્ન કરે છે ઈશ્વરમાં તેમ કલ્પના કરતાં ઈશ્વરની ઈશ્વરતા બિલકૂલ નષ્ટ થઈ જાય છે–
પ્રશ્ન-ઈશ્વરની ઈચ્છાના સંકલ્પમાત્રથી એક ક્ષણમાં જગત બની જાય છે એ વાત કેમ ખરી છે?
ઉત્તર-બિલકલ ખરી નથી કારણ કે ઈશ્વર યાને પરમાત્માને મન નથી–અને મનના અભાવે ઈચ્છા પણ હોતી નથી–ઈચ્છા, અ૯પણ જીને હોય છે. જે ઈશ્વરમાં ઈચછા માનીએ તો ઈશ્વર પણ અલ્પજ્ઞ કરે –ઇચ્છાના અભાવે સંકલ્પ પણ ઈશ્વરમાં ઉઠતે નથી તો જગત બનાવવાની તે વાતજ કયાં રહી–અલબત તે વાત ખોટી ઠરી.
પ્રશ્ન-ઈશ્વર નિરાકાર છે અને તેને જગતનું ઉપાદાનકારણ કહેવામાં આવે તે શે દોષ આવે ?
ઉત્તર–એમ કહેવામાં ઘણું દે આવે છે-જેવું ઉપાદાનકારણે હોય તેવું જગત્ થાય છે–ઈશ્વરને નિરાકાર માનતાં જગત પણ કાર્યરૂપ હોવાથી નિરાકાર બનશે પણ જગત્ તે સાકાર દેખાય છે-તેથી ઉપાદાનકારણરૂપ ઈશ્વર સિદ્ધ ઠરતા નથી–ઈશ્વરને સાકાર માની તેનેજ જગતનું ઉપાદાનકારણ કહેવામાં આવે તે પુણ્ય-નરક-દુઃખશત્રુ-આદિરૂપ ઈશ્વર કરવાથી ઈશ્વરની ઈશ્વરતામાં અનેક દોષ આવે છે–માટે સાકાર ઈશ્વર એક છે અને તે જગત્નું ઉપાદાનકારણ છે તેમ પણ કહી શકાય નહીં.
પ્રશ્ન–ઈશ્વરને સાકાર કલ્પી તેને જગત્નું નિમિત્તેકારણ માનવામાં આવે તે માની શકાય કે નહીં?—
ઉત્તર–યુક્તિ પ્રમાણ આદિથી વિચારતાં એમ માની શકાય નહીં
For Private And Personal Use Only