________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
અને સમાધિ વગેરેના ઉદ્ધાર કરવા જોઈએ, જમાનાને અનુસરી ખરા જૈન અનવા તથા અન્યને મનાવવા આત્મભાગ આપવા જોઈએ. સામાન્ય ગચ્છક્રિયાના ભેદે ફ્લેશ કરી લડી ન મવું જોઇએ, વિશાલ દષ્ટિથી અન્ય ધર્મીઓને પોતાના સાથી જૈનધર્મપ્રતિ આકર્ષી જૈન મનાવવા જોઈએ, ચતુર્વિધ સંઘની ઉન્નતિ કરવી જોઈએ, ઇત્યાદિ ઉપાયા જાણી તે પ્રમાણે આચારમાં મૂકવા, શ્રી ચતુર્વિધ તીર્થની ઉન્નતિ માટે જમાનાને અનુસરી કુરીવાજોના નાશ કરી સુધારા દાખલ કરવા જોઇએ, અન્ય કામા પાટીદાર અને ભાવસાર વગેરે જે જે હજી સુધી પણ જૈનધર્મ પાળતી આવી છે તેને મદત કરવી જોઈએ, લક્ષાધિપતિ ગૃહસ્થ જૈનેાએ પ્રથમ જૈનધર્મની ઉન્નતિ માટે ધનનેા વ્યય કરવા જોઈએ. ગમે તે જાતિ, પ્રથમની ચાર વર્ણની પેઠે ગૃહસ્થાવાસમાં ગમે તે રીતે કર્મયોગે આજીવિકા ચલાવતાં છતાં પણ જૈનધર્મની પૂર્ણશ્રદ્ધા તથા યથાશક્તિ વિરતિપણાના અંશોને ધારણ કરી શકે છે તેમ સમજી દરેક જૈનાએ જૈનધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી જોઇએ અને યથાશક્તિ વિરતિપણાના અંશોને પણ ધારણ કરવા જોઈએ, અધ્યાત્મ ચેાગવિદ્યાની ખીલવણી કરવી જોઈએ. જૈનધર્મની સેવામાટે પોતાના પ્રાણને પણ હિસાબમાં ન ગણવા જોઈએ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવને અનુસરી ધર્મ ક્ષેત્રોની ઉન્નતિ કરવી જોઇએ, સાધુઓ જોઇએ અને સાધ્વીઓએ ધાર્મિકાનના પરિપૂર્ણ અભ્યાસ કરવા તથા ગામાગામ ફરી ઉપદેશ દેવા જોઈએ, દરેક લાકોને ગમે તે ભાષામાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન સમજી શકાય એવાં પુસ્તકો રચવાં જોઈએ, જૈનધર્મપર પૂર્ણ રાગ ધારણ કરવા જોઇએ. વૈવિધ અંદેખાઈ વગેરે દુર્ગુણાના ત્યાગ કરવા જોઈએ, વ્યવહાર અને નિશ્ચયનયપૂર્વક જૈનધર્મનું આરાધન કરવું જોઈએ, નાની ગીતાર્થીની સલાહ લેઈ જૈનધર્મોન્નતિના ઉપાયામાં ધૈર્ય ધારણકરી પ્રવૃત્તિ કરવી જોઇએ, ગુણાનુરાગ ધારણ કરી પડતા જૈનાને પણ સહાય કરી ઉચ્ચ કરવા ોઇએ, વ્યવસ્થા ક્રમને નિશ્ચય કરી કાર્ય કરવા જોઈએ. ભિન્ન ભિન્ન ક્રિયાના ભેદવાળા સાધુઓએ પરસ્પર સંપીને ચાલવું. જોઈ એ, માનસિક સંકલ્પખળ વધારવું જોઈએ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગનાં અષ્ટ અંગાનું જૈનશૈલીથી સ્વરૂપ સમજી આત્માન્નતિ તથા અન્યાની ઉન્નતિ કરવી જોઈ એ. ઈત્યાદિ ઉપાયાથી જૈનધર્મની ઉન્નતિ અને ફેલાવા થઈ શકે છે. જૈનધર્મના શ્રદ્ધાળુઓને જૈનધર્મની સેવા બજાવતાં શાસનદેવતાએ સહાય થાઓ, અને જૈનધર્મની ઉન્નતિ કરનારાએ મંગલમાલા પામે એમ લેખકની આશીય્ છે.
For Private And Personal Use Only