________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૬ ) ઔદારિક વૈશિરીરસંબંધી સામાન્યતઃ આ પ્રમાણે સ્વરૂપ સમજવું. આહારકશરીરને ચતુર્દશ પૂર્વધર ધારણ કરી શકે છે. તૈજસ, અને કાણુ એ બે પ્રકારનાં શરીરને દેવતા મનુષ્ય તિર્યંચ અને નારકી એ ચાર પ્રકારના છ ગમે ત્યાં જાય તે પણું સાથેજ લેઈ જાય છે. ચાર ગતિમાં દરેક જીવને અનાદિકાળથી કામેણુ અને તૈજસ એ બે શરીર સાથે હોય છે. સંસારમાં છેલ્લી વખતે ચઉદમાં ગુણઠાણુના અન્ત એ બે પ્રકારનાં શરીરનો ત્યાગ કરી જીવ મુક્તિ માં જાય છે, મનુષ્યગતિમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ એ પાંચ શરીર હોય છે, ધાતુઆદિનું ઔદારિક શરીર બને છે. લબ્ધિથી વા ભવપ્રત્યયથી વૈકિયશરીર બને છે. આહારક શરીર મુંડાહાથપ્રમાણુ હોય છે. તૈજસશરીર આહારનું પાચન કરે છે. આઠ કર્મના વિકારથી કાશ્મણ શરીર બન્યું છે. તિર્યંચ ગતિમાં આહારકવિના ચાર શરીર હોય છે. દેવ તથા નરક ગતિમાં વૈશ્યિ તેજસ અને કાર્મણ એ ત્રણ શરીર હોય છે. તૈજસ અને કાર્યણ એ બે શરીર સૂક્ષ્મ છે. સર્વ શરીરનું બીજની પેઠે મૂળકારણ-કાર્પણું શરીર છે. અન્ય વેદાન્ત વગેરે દર્શનમાં
પૂલ સૂક્ષ્મ દિવ્યલિંગ કારણું વગેરે શરીરના ભેદ નામમાત્ર કહ્યા છે. તત્વાર્થસૂત્ર, પ્રજ્ઞાપના, અને વિશેષાવશ્યક વગેરેથી તથા ગુરૂગમથી પાંચ પ્રકારનાં શરીરનું વિશેષ સ્વરૂપ અવબોધવું (સમજવું ). જેમ જેમ શ્રુતજ્ઞાનનો અનુભવ વધતું જાય છે તેમ તેમ શરીરનું જ્ઞાન વધતું જાય છે.
પ્રશ્ન-જ્ઞાનના કેટલા પ્રકાર છે? અને તેનાં નામ આપે.
ઉત્તર–જ્ઞાનના પાંચ ભેદ છે-અતિજ્ઞાન, ધ્રુતજ્ઞાન, ગવધાન, મનજવાન, અને વઢવાન, વિશેષાવશ્યક, નંદીસૂત્ર, અને તત્ત્વાર્થસૂત્ર વગેરેમાં અધિક વિસ્તારથી જ્ઞાનના ભેદેનું વર્ણન કરવામાં આવ્યું છે. મતિજ્ઞાનના અઠ્ઠાવીશ ભેદ છે. શ્રુતજ્ઞાનના ચતુર્દશ અથવા વીશ ભેદ છે. અવધિજ્ઞાનના અસંખ્ય ભેદ છે. પણ મુખ્ય છ ભેદ છે, મન:પર્યવજ્ઞાનના બે ભેદ છે અને કાલેક પ્રકાશક કેવલજ્ઞાન એકજ છે. પાંચ ઇન્દ્રિ અને છઠ્ઠા મનથી આત્મામાં મતિજ્ઞાનને પ્રકાશ થાય છે. સર્વાની વાણુ દ્વારા આત્મામાં શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે. મતિ અને શ્રત એ બે ઇન્દ્રિયો અને મનના સંબંધને લેઈ ઉત્પન્ન થાય છે તેથી તે પુરોક્ષજ્ઞાન ગણ્ય છે. આત્માના ક્ષપશદ્વારા પ્રત્યક્ષપણે મર્યાદાપૂર્વક રૂપી પદાર્થનું જ્ઞાન થાય છે તેને અવધિજ્ઞાન કહે છે. આત્માના ક્ષપશમ જ્ઞાનદ્વારા સાક્ષાત અન્ય મનુષ્યના મનપર્યાયને જાણું શકાય છે તેને
For Private And Personal Use Only