SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૪ ) ણામાં ઉદ્યમની પ્રધાનતા છે. કર્મે પણ શુભ અને અશુભ ઉદ્યમથી ઉત્પન્ન થનાર છે, તેથી કર્મના પણ પેદા કરનાર ઉદ્યમ જ અપેક્ષાએ ઠરે છે. ભવિષ્યમાં જેવા બનવું હોય તેનું સામર્થ્ય વર્તમાનમાં કરાતા આપણા ત્રણ યાગના શુભાશુભ ઉદ્યમ ઉપર આધાર રાખે છે. કોઈ અપેક્ષાએ પૂર્વકાળનાં કર્મ ભોગવવા માટે નિકાચિત વિપાકાદયમાં કર્મનું પ્રાધાન્ય ગણી શકાય, તેપણુ આપણે સર્વજ્ઞ નહાવાથી કર્મના નિકાચિત ઉદય જાણી શકતા નથી, તેથી ઉદ્યમથી પાછા હઠવું નહીં. ઉદ્યમ કરતાં છતાં પણ પાછું હઠવું પડે તેા કર્મનાતીત્ર ઉદય છે એમ અપેક્ષાએ કદાપિ માની શકાય, પણ પહેલાંથી કર્મ ઉપર હાથ દેઈ બેસી રહેવું યોગ્ય નથી. ઉદ્યમથી કાર્યની સિદ્ધિ થાય છે અને કર્મરૂપ કારણ પણ સાનુકૂળ છે એમ જાણી શકાય છે. ઉદ્યમથી કર્મની રાશિને હઠાવી શકાય છે. ઉદ્યમથી સર્વ કાર્ય સિદ્ધ થાય છે એમ અપેક્ષાએ માની શૂરવીર અને પ્રયત્નશીલ થવું, પ્રશ્ન—આ ચાવીશીમાં કયા ચેાવીશ તીર્થંકરા થયા તેનાં નામ આપે। અને તે સર્વના વખતમાં સર્વમંત્રશિરામણી કર્યા મંત્ર ગણાય છે? ઉત્તર—આ ચાવીશીમાં ચાવીશ તીર્થંકરો થયા છે તેનાં નામ:રૂષભદેવ, અજિતનાથ, સંભવનાથ, અભિનંદન, સુમતિનાથ, પદ્મપ્રભુ, સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, સુવિધિનાથ, શીતલનાથ, શ્રેયાંસનાથ, વાસપુજ્ય, વિમલનાથ, અનન્તનાથ, ધર્મનાથ, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રતસ્વામી, નમિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી–આ ચાવીશ તીર્થંકરેએ સંસારના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રગટાવ્યું હતું; અને કેવલજ્ઞાનવ સર્વ જગન્ના પદાર્થો એક સમયમાં જાણ્યા હતા. તેઓએ સમવસરણામાં બેસી કેવલજ્ઞાનવડે દેશના દેઈ સર્વ પદાર્થોનું સ્વરૂપ બતાવ્યું હતું અને મુક્તિના માર્ગ મતાન્યેા. આત્માના અનન્ત ગુણાપર કર્મનું આવરણ અનાદિ કાળથી છે તેને હટાવી આત્માના અનન્તા ગુણા ખીલવવાના ઉપાયો તેઓએ બતાવ્યા છે. સાધુધર્મ, શ્રાવકધર્મ, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણની સંપૂર્ણ પ્રાપ્તિ તે મેક્ષ એમ તેઓએ જણાવ્યું છે. તેમજ સદ્ મંત્રશિરોમણિ નવકાર મંત્રને સર્વ તીર્થંકરો કેવલજ્ઞાનથી બતાવેછે. તે આ પ્રમાણે नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो आयरियाणं, नमो उवज्झायाणं, नमो लोए सव्वसाहूणं, एसो पंचनमुक्कारो, सम्वपावप्पणासणी, मंगलाणं च सम्वेसिं, पढमं हवइ मंगलं ॥ १ ॥ ભાવાર્થ-રાગદ્વેષને જીતનાર એવા અહુન્તાને નમસ્કાર થા. For Private And Personal Use Only
SR No.008675
Book TitleTattvagyan Dipika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, & Philosophy
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy