________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગોધાવીમાં અંજનશલાકા તથા
• પ્રતિષ્ઠા મહોત્સવ. શેઠ, અમૃતલાલ કેવળદાસની અનુકરણ્ય ઉદારતા.
ગોધાવી ગામ અમદાવાદ નજીક સાણંદ પાસે આવેલું છે ગેધાવી એ નામજ ભૂતકાળના ઇતિહાસમાં આપણને ડૂબાવી દે છે અને પાંડવોના વનવાસને ઐતિહાસિક પ્રસંગ ક્ષણભર તો મનુષ્યના સ્મૃતિપટ ઉપર તાજો થાય છે. વૈરાટનગર (ધોળકા ) ની હરાયેલી ગાયોના ધાવનપ્રસંગઉપરથી “ ગોધાવી ” નામનું નિર્માણ અને પાંડવોએ ગાયને લઈ જતાં વાળી અટકાવી તેથી હજીએ વાળિનાથના નામથી ગોધાવીથી થોડે દૂર ઓળખાતી એક જગ્યાની હજીએ ચાલતી કિંવદતિ ગેધાવીની ઐતિહાસિકતાને પૂર્ણ સાબીત કરે છે.
આ ગેધાવીમાં ચરમ શાસનાધિપતિ શ્રી મહાવીરસ્વામીનું એક ભવ્ય પ્રાચીન મંદિર આવેલું છે. તેના સામે મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૈાતમસ્વામીનું મંદિર બાંધવાના શાસ્ત્ર વિશારા જૈનાચાર્ય શ્રીમાન બુદ્ધિસાગરસુરીશ્વરના સદુપદેશથી ગોધાવીના શ્રીસ સંવત ૧૯૭૯ ના પિોષ સુદિ ૨ ના રોજ નિર્ણય કર્યો ને તેનું ખાત મુહૂર્ત શા. છોટાલાલ મગનલાલના હસ્તથી મહાસુદિ ૫ ના દિવસે મંગલમય મુહૂર્ત કરવામાં આવ્યું. આ કામને માટે સલાટ મૂલચંદ ઉમેદરામને રોકી તેમની પાસે મંદિર તથા ગૌતમસ્વામીની પ્રતિમા વગેરે તૈયાર કરાવવામાં આવ્યાં હતાં.
આ પછી મંદિરમાં પ્રતિષ્ઠા તથા ગૌતમસ્વામીની સંઘતરફથી નવીન ભરાવેલી મૂર્તિની અંજન શલાકા વગેરે કરવાને માટે ગોધાવી પધારવાની વિનંતિ કરવા સારૂ સમસ્ત સંધમળીને સંવત ૧૯૮૦ ના ચૌત્ર વદિ ૧૦ ના રોજ શ્રીમાન બુદ્ધિસાગરસૂરીશ્વરપાસે મહુડી તાબે વિજાપુર જ્યાં સુરિશ્રી તે વખતે બિરાજતા હતા ત્યાં ગયો. ત્યાં જે શદિ ૫ ના દિવસે અંજનશલાકાનું તથા જેડ શુદિ ૭ ના દિવસે સ્થાપનાનું મુહૂર્ત નક્કો થતાં ગોધાવીના સુપ્રસિદ્ધ શેઠ અમૃતલાલ કેવળદાસે પ્રતિષ્ઠા અંજનશલાકાનું તમામ ખર્ચ પિતાના શિરે ઉપાડી લીધું અને શ્રીસંઘે ગૌતમસ્વામીની પ્રતિમા રૂ ૨૫૧) નકરાના લઈ બિરાજમાન કરવાની શેઠ અમૃતલાલ તરફથી નવકારશી કરવામાં આવી.
આ પછી શેઠ અમૃતલાલ તરફથી પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દેશ વિદેશના જૈનસંધાને આમંત્રણ કરવામા આમંત્રણ પત્રિકા કાઢવામાં આવી તે નીચે પ્રમાણે
For Private And Personal Use Only