________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
પણ તેમના વ્યાખ્યાનને સારે લાભ લીધે હતું. તે વખતે ભગત શા. વિરચંદભાઈ ગોકલભાઈ તથા સોદાગરના કુટુંબે સેવાભકિતને સારે લાભ લીધું હતું. વિ. સં. ૧૯૬૨ ના જેઠ માસમાં અમારું અમારા ગુરૂમહારાજશ્રી સુખસાગરજી સાથે અમદાવાદમાં ચોમાસું કરવાનું ઠર્યું. તે વખતથી શેઠ હીરાચંદભાઈને અમારી સાથે તથા અમારા ગુરૂ સાથે પરિચય વધે અને તે અમારા રાગી બન્યા. અમારી પાસે તેમણે અનેક ગ્રન્થનું શ્રવણ કર્યું, વિશેષાવશ્યકનું વ્યાખ્યાનવિ.૧૯૬૫-૬૮-૬૯ માં થયું તે વખતે તેમણે સારી રીતે વિશેષાવશ્યક શાસ્ત્રનું પૂરું શ્રવણ કર્યું. અમદાવાદમાં તેમના સમકાલીન શ્રોતા તરીકે સુશ્રાવક શા. છોટાલાલ લખમીચંદ ચાંપલી, તથા શા, હીરાચંદ કક્કલભાઈ, તથા શા, આલમચંદભાઈ
www.kobatirth.org
For Private And Personal Use Only