________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ્દ
સ્ન
અક
५४ गुरुकृपाची धारकः - જે ગુરૂની કૃપા અને આશીર્વાદ ગ્રહણ કરનારે થાય છે. તે ગુને કપા પાત્ર શિષ્ય બને છે. ગુરૂની કૃપા ગુરૂને પ્રેમ અને ગુરૂને આશીર્વાદ એ ત્રણની પ્રાપ્તિ થતાં સંસારમાં સર્ષની પ્રાપ્તિ થાય છે. ગુરૂના પર પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણભક્તિ, પૂર્ણ વિનય હોય છે તે ગુરૂપ્રસન્ન થયાવિના રહેતા નથી. જે ગુરૂની સેવાનાં સર્વકાર્યો કરે છે, ગુરૂની સેવા બરદાસમાં પૂર્વભાવથી પ્રવૃતિ કરે છે, ગુરૂ પધારતાં ઉભે થાય છે, ગુરૂ બેસે છે ત્યારે બેસે છે. વિનયથી ગુરૂ સાથે બેસે છે, ગુરૂની મરજી પ્રમાણે વર્તે છે, ગુરૂની સલાહ આજ્ઞા પ્રમાણે વર્તે છે, ગુરૂની સાથે સુખ દુઃખમાં છાયા સમો બને છે, જે ગુરૂની નિન્દા કાને સાંભળતા નથી, જે ગુરૂના નિન્દા કે હાય તેની સાથે ગુરૂની હલકાઈ થાય તેવી રીતે ભળતું નથી. જે ગુરૂના પ્રતિપક્ષીઓને બાવે છે અને ગુરૂને મહિમા વધે એવી પ્રવૃત્તિ કરે છે તેના પર ગુરૂ પ્રસન્ન રહે છે. જે ગુરૂની સ્તુતિ કરવામાં બૃહસ્પતિ જેવો છે અને ગુરૂના વિરોધીઓને હરાવવામાં સૂર્ય સમાને પ્રતાપી છે. જે ગુરૂની ટેકવાળે છે. જે ગુરૂના નામ મંત્રને નિયમ પ્રમાણે જપ જગ્યા કરે છે અને ગુરૂની કીર્તિ ભક્તિ વધારવામાં તનમન ધનને અર્પણ કરે છે તેના પર ગુરૂની કૃપા પ્રગટે છે અને તે ગુરૂના આશીર્વાદને પામી સર્વ પ્રશસ્પ મંગલેને પામે છે જે દેવતાઓ આરાધ્યા છતાં વાંછિત દાયક થતા નથી. તે દેવતાઓ ગુરૂની કપાશધારક શિષ્યને સહેજે સાહાટ્ય કરે છે અને તેના આત્માની ઉન્નતિના હેતુઓને મેળવી આપે છે. જે શિષ્યના પર ગુરૂની પૂર્ણ કૃપાશી છે તે રષ્ટમાન થએલ દેવતાઓ પણ કંઈ કરવા શક્તિમાન થતા નથી. ઈત્યાદિ ગુરૂ મહિમાને અધિકાર શ્રી ગુરૂ ગીતાથી અવલોક. ગુરૂને જે જે ન રૂચે તે જે શિષ્ય કરતા નથી તથા ગુરૂને પ્રેમ પ્રગટે એવાં કૃત્યોને જે શિષ્ય કરે છે તે ગુરૂનો પા પા શિષ્ય બને છે. જે ગુરૂની નિદા હેલનાને વારે છે અને વિપત્તિપ્રસંગમાં પણ ગુરૂને ત્યાગ કરતો નથી. ગુરૂના કહ્યાવિના ગુરૂનાં સ કાર્યોને કરે છે, જે પિતાના ગુન્હાઓની ગુરૂ આગળ માફી માગી લે છે અને જે ગુરૂ માટે મળેલું સર્વઅરણ કરે છે તે ગુરૂને પ્રિય થઈ પડે છે. જે ગુરૂની આગળ વિનયની મૂર્તિ બનીને રહે છે અને અનેક વિપત્તિને પણ સહે છે. ગુરૂના તિરરકારને, ગુરૂએ કરેલા અપમાનને તથા ગુરૂના ઠપકાને સહે છે અને ગુરૂની ઉપર પ્રતિદિન વિશેષ
For Private And Personal Use Only