________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષદ
~~~~~~~~~~~~
::
બની શકે છે. સર્વજીને પોતાના આત્મા સમાન જે માને છે અને તે પ્રમાણે વર્તે છે, તે ઉત્તમભક્ત શિષ્ય બની શકે છે. અન્ય સર્વછમાં બ્રહ્મસ્વરૂપ દેખાવાથી વ્યક્ત બ્રહ્મ થાય છે. સર્વત્ર સર્વમાં પ્રભુને દેખો એટલે તમે પ્રભુ થશે એ સિદ્ધાંત સત્ય છે. જેવું ધ્યેય તે ધ્યાતા બને છે. સર્વત્ર બ્રહ્મભાવ ધારવાથી આત્મા સ્વયં તે શુદ્ધ બને છે અને મેહ, અજ્ઞાન, વાસના, કામ વગેરે આસુરી શક્તિને નાશ કરે છે. સર્વત્ર બ્રહ્મભવના ભાવવાના સંસ્કારાથી હૃદયની શુદ્ધિ થાય છે અને વિશ્વમાં કોઈને પર વૈરની લાગણી રહેતી નથી તેથી આત્માનંદ વિકસે છે. સર્વમાં આત્માઓ વિલસી રહ્યા છે. તેઓને દેખો પણ તેઓની સાથે લાગી રહેલી કર્મની લીલામાં મુંઝાઓ નહીં. આત્માને દેખવાથી આત્માને પ્રકાશ થાય છે, અને મેહમયસંકુચિતવૃત્તિને નાશ થાય છે.
४६ अध्यात्मज्ञानानुभवी ॥
જેણે ગુરૂનાં પાસાં વેઠીને અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ અનુભવ કર્યો છે તે શિષ્ય બનીને પિતાને તથા અન્ય જીવોને ઉદ્ધાર કરી શકે છે. સર્વ પ્રકારના જ્ઞાનમાં અધ્યાત્મજ્ઞાન શ્રેષ્ઠ છે. આ વિશ્વમાં હાલ અધ્યાત્મજ્ઞાન સમાન કોઈ જ્ઞાન નથી. અધ્યાત્મ જ્ઞાન બળે ધર્મનાં ઉંડાં રહસ્ય સમજી શકાય છે અને મેહાદિ આસુરી શક્તિ પર જય મેળવી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી અવિચારીને તથા અશુભાચારને નાશ કરી શકાય છે, અને હૃદયમાં પરમાત્માને સાક્ષાત્કાર કરી શકાય છે. મનને જીતવામાં અધ્યાત્મજ્ઞાન અત્યંત ઉપયોગી છે. અધ્યાત્મજ્ઞાનથી જ્ઞાનાવરણ આદિ કર્મોને ક્ષય કરીને કેવલ્યપદ પ્રાપ્ત કરી શકાય છે. અહંતા, મમતાને ટાળી આત્માના અનંત આનંદને પ્રાપ્ત કરે છે, તે અધ્યાત્મશાને અભ્યાસ કરીને તથા ગુરૂગમથી તેનું શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનને અનુભવ કરે છે જેથી ઉત્તમ શિષ્યપદ પ્રાપ્ત કરી શકાય.
ક૭ | નિમાયો .
જે અધ્યાત્માજ્ઞાનાનુભવી થાય છે તે સર્વત્ર બ્રહ્મભાવના ભાવે છે અને તે પશ્ચાત નિષ્કામકમેગી બને છે. અધ્યાત્મજ્ઞાનાનુભવ પ્રાપ્ત કર્યા વિના નિષ્કામ કર્મચાગીદશાની પ્રાપ્તિ થતી નથી. ભગવદ્દગીતામાં નિષ્કામકમગીદશા અર્થાત કર્તવ્ય કાર્યફળની આશા, ઇચ્છા, વાસના
For Private And Personal Use Only