________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિપિનિષદ
३८ धर्मप्रवर्धकविचाराचारकुशलः ગુરૂના વિચારચારની મૂર્તિ બનીને જે સિદ્ધાંતોને અભ્યાસ કરે છે અને ગુરૂના હૃદયનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તે ધર્મ પ્રવર્ધક જે જે વિચારે અને આચારે-કર્મો પ્રવૃત્તિ છે તેમાં કુશળ થાય છે. ધર્મ પ્રવર્ધક વિચારાચારનાં ક્ષેત્રકાલાનુસારે પરિવર્તને થયા કરે છે. ગુરૂ પ્રદર્શિત ધર્મની વૃદ્ધિ થાય એવા વિચારોને અને આચારને કરવામાં-કરાવવામાં અને પ્રવર્તાવવામાં જે કુશળ બને છે તે ગુરૂનો ધર્મ પ્રવર્તક શિષ્ય બને છે. સમગ્ર વિશ્વને શાન્તિ મળે અને સર્વ જીવોની ઉન્નતિ થાય એવા ધર્મની વૃદ્ધિના વિચારોમાં અને આચારમાં દક્ષત્વ પ્રાપ્ત કર્યા સિવાય ગુરૂ પટ્ટપર બેસી ધર્મ પ્રવર્ધક પ્રવૃત્તિ કરવાને શિષ્યને અધિકાર મળી શકતું નથી. ગુરૂના હૃદયને પરિપૂર્ણ અનુભવ કર્યાથી ધર્મ વર્ધક વિચારાચારે જે જે હેય છે તે જાણી શકાય છે અને તે આચરી શકાય છે. ઉત્સર્ગકાલથી અને આપત્તિકાલથી ધર્મ વૃદ્ધિ કરવાના વિચારોને અને આચારને ક્ષેત્રકાલાનુસારે સેવવાની કુશલતા પ્રાપ્ત કરવાની જરૂર છે. ધર્મપ્રવર્ધક વિચારાચારને જે ચારે બાજુએથી જાણે છે તે શિષ્યપદને અધિકારી બની શકે છે, ધર્મ પ્રવર્ધકવિચારાચાર શિષ્યજ સ્વગુરૂના ધમની વૃદ્ધિ કરી તેમના વિચારેને અને આચારને વિશ્વમાં જીવતા રાખી શકે છે. ગુરૂની પાછળ ગુરૂના વિચારો અને સદાચારોજ ગુરૂરૂપે રહીને વિશ્વજીવોનું કલ્યાણ કરી શકે છે માટે ઉપયુક્ત સૂત્ર ભાવાર્થમય જે શિષ્ય બને તે ગુરૂને ધવર્ધક યંગ્ય શિષ્ય થઈ શકે છે.
३९ सर्वधर्मसिद्धान्तविद् ॥
ઉપરના સૂત્રમાં ધર્મ પ્રવર્ધક વિચારાચાર કુશલ એવા શિષ્યનું સ્વરૂપ દર્શાવ્યું પરંતુ તે સર્વ ધર્મના સિદ્ધાન્તોને અનુભવ કર્યા વિના પ્રાપ્ત થઈ શકતું નથી માટે સર્વ ધર્મના સિદ્ધાંતને જે જાણે છે તે શિષ્ય થઈ શકે છે એમ અત્ર દર્શાવ્યું છે. વિશ્વમાં પ્રવર્તિત સર્વ ધર્મના મૂલ સિદ્ધાન્તનું સ્વરૂપ અનુભવ્યાથી તથા સર્વ ધર્મોની વૃદ્ધિના હેતુઓને અનુભવ કર્યાથી ધર્મ પ્રવર્ધકવિચારાચારાની કુશળતા પ્રાપ્ત થઈ શકે છે. સર્વ ધર્મના સિદ્ધાન્તની માન્યતાએને સાપેક્ષપણે સમજનાર તથા વર્તમાનકાલમાં ધર્મ પ્રવર્ધક માન્યતાઓને તથા પ્રવૃત્તિને સાક્ષિપણે સમજનાર, શિષ્ય ધર્મની અને ધર્મની વૃદ્ધિ કરી શકે છે. વિધિપૂર્વક ગુરૂ હસ્તે દીક્ષા ગ્રહને સર્વ ધર્મસિદ્ધાંતજ્ઞાતા
For Private And Personal Use Only