________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિષ્યોપનિષ
નથી અને જે ઉલટો તેમાં દોષ દેખે છે અને અન્યની આગળ ગુરૂની શિક્ષાઓમાં અસારતા છે એમ કથે છે તે શિષ્યપદને લાયક નથી. ગુરૂ
જ્યારે શિક્ષા કળે ત્યારે પૂર્ણ પ્રેમથી શ્રવણ કરે અને ગુરૂને કહે કે જે આપે કચ્યું, શિક્ષા આપી તે સત્ય છે, તેને હું માન્ય કરું છું. આ પ્રમાણે જે વાણીથી બેલે છે અને સ્વશક્તિના અનુસારે આચારમાં મૂકી બતાવે છે તે શિષ્ય થવાને લાયક છે. જે શિક્ષા અને ગુરૂદીક્ષાથી ભ્રષ્ટ બને છે તે શિષ્યદશાથી ભ્રષ્ટ થાય છે. ગુરૂની શિખામણને જે હસી કાઢે છે વા તેની ઉપેક્ષા કરે છે તે શિષ્ય બની શકતું નથી. શિક્ષા ગ્યજ શિષ્ય બની શકે છે.
२४ अविचारणीया गुर्वाज्ञा तत्पालकः सदा. અવિચારણીય ગુર્વાજ્ઞા છે. ગુરૂ જે જે આજ્ઞા કરે તે શા માટે કરી ? તેને જે વિચાર કરે છે તેમાં શિષ્યદશા પ્રગટી નથી. એમ અવધવું. હાલ યુરોપમાં બન્ને પક્ષેનું મહાભારત યુદ્ધ થાય છે તેમાં લશ્કરના જનરલ, સિપાઈઓને આજ્ઞા કરે છે તે પ્રમાણે લડવૈયાઓ પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. પરંતુ અમુક હુકમ શા માટે કર્યો? અમુક હુકમ એકદમ કેમ કર્યો? એવા વિચાર કરવાની તેમની ફરજ નથી. સિપાઈયો એ ધર્મ છે કે તેના સેવાપતિઓ જેમ હુકમ કરે તે પ્રમાણે પ્રવર્તવું, તડત શિષ્યોને પણ એ ધર્મ છે કે ગુરૂશ્રી જે આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવતવું. શા માટે ગુરૂએ આજ્ઞા કરી? તેને વિચાર કરવાની શિષ્યને જરૂર રહેતી નથી. ગુરૂની આજ્ઞા તેજ પરમાત્માની આજ્ઞા એમ માનીને ગુરૂની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. “ ગુરૂ અને પ્રભુની આજ્ઞામાં ફરે ત્યાં મોટું અધેર ” ગુરુ અને પ્રભુ ભક્તિમાં ભેદ છે ત્યાં ખેદ છે. “દેવ ગુરૂ દેને ખડે, કિસકું લાગું પાય. પહેલાં નમું ગુરૂજીને, જેણે ધર્મ બતાય. ” ગુરૂની આજ્ઞામાં મૃત્યુની પરવા પણ જે કરતું નથી અને જે ગુરૂમાં સર્વ સમર્પણબુદ્ધિથી વર્તે છે તે ગુરૂના શિષ્ય બની શકે છે. પિતાનું સર્વસ્વ ગુરૂ છે એમ જેને નિશ્ચય થયો
છે, તે ગુરૂની આજ્ઞા પાળવામાં વિચાર કરવાની તસ્દી લેતા નથી. ગુરથી પિને જે ભિન્ન માને છે તે ગુરૂના હૃદયથી અભેદી બની શકતા નથી. ગુરૂયી અભેદ્ભાવ થયા વિના ગુરૂનું શિષ્ય નામ ધરાવવું વ્યર્થ છે. જેનામાં શુદ્ધ પ્રેમ નથી તે ગુરૂની આજ્ઞા પાળવામાં વિચાર કરે છે. જ્યાં ગુરૂની આજ્ઞાથી ભિન્ન વિચાર છે ત્યાં ગુરૂના નામથી શિષ્ય તરીકે ઓળખાવવામાં કઈ સાર નથી. ગુરૂનું હૃદય તેજ પિતાનું હૃદય, ગુરૂની માન્યતા તેજ
For Private And Personal Use Only