________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) તત્ત્વની બલિહારી છે કે જેના પ્રતાપથી સર્વ અને પોતાના આત્મ સમાન જાણુને મિત્રીભાવનામાં હું આરૂઢ થયે. સર્વ ધર્મના ગ્રંથને સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ કર્યો પણ ચિત્તમાં શ્રદ્ધા પ્રગટી નહીં અને જ્યારે શ્રી વીરપ્રભુન કહેલાં તત્ત્વ વાંચ્યાં, અને તેમણે કહેલી સાતનયની તથા સપ્તભંગીની વ્યાખ્યા વાંચી ત્યારે ધર્મની શ્રદ્ધા થઇ. જૈનદર્શનને અનેકાંતનયવાદ જાણતાં હવે કેાઈ જીવ ઉપર દ્વેષ પ્રગટતો નથી. કષાયેાદય પ્રમાદાગે થાય છે તો તે પણ શમી જાય છે. ભિન્ન ભિન્ન ધર્મ પંથના લોકોને દેખીને પણ હું તેમના ઉપર અરૂચિ ભાવ ધારણ કરતો નથી. કારણ કે જે લોકે કપંથમાં પડેલા છે તેમના ઉપર અરૂચિ કરવાથી તે કંઈ સુથમાં આવતા નથી, પણ તેમના ઉપર પ્રેમદષ્ટિથી ઉપકાર કરવાથી ભવિતવ્યતા યોગે સુપંથમાં આવે છે. જો કે તેઓ મિથ્યાત્વના યોગે કપંથમાં છે પણ તેઓનું મૂળ સ્વરૂપ તો સિદ્ધના સમાન છે. તેથી તે સિદ્ધ સમાન છે, તેમના પ્રતિ શુદ્ધનિશ્ચયદષ્ટિથી જોતાં તેઓ સિદ્ધ સમાન જણાય છે, તેમના આત્માનું શુદ્ધસ્વરૂપ મારા ઉપયોગમાં રેયપણે પ્રતિભાસે છે તેથી હું કર્મથી હિત બનું છું, અને તેઓને પણ શુદ્ધ દૃષ્ટિમાહાત્મ્યથી સમાગમમાં આવતાં લાભ પણ થાય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only