________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) પ્રગટશે, આત્મા ધારે તે કરી શકે છે, આત્મપ્રયાસ જેના સન્મુખ થાય છે તેની તે સિદ્ધિ કરે છે, ભાગેલા ટાંટીએ, દીન મુખે સદુપાયોને સેવવામાં આવે તે આત્મશક્તિનો પ્રકાશ શી રીતે થઈ શકે ? આત્મત્સાહ, આત્મપ્રેમ અને ધૈર્યથી સદુપાયેને સેવવા જોઈએ. સદુપાયોથી સર્વ શક્તિ પ્રગટ થશે, સમતાનાં ફળ મીઠાં છે, હળવે હળવે સર્વ થશે. વડના બીજથી એકદમ કંઈ વડનું વૃક્ષ મેટું થતું નથી, હળવે હળવે થાય છે, પૂર્વભવને ઉદ્યમ હોય તો આ ભવમાં વિશેષ સ્કાય મળે છે. કોઈ માણસે એક વખતે અડધો કૃ દેલ હોય તેને બીજીવાર ત્યાંથી કૂવો ખેદવાનો બાકી હોય ત્યાંથી ખોદવાની જરૂર પડે છે, અને એક મનુષ્યને પ્રારંભથી કૂવો ખેદ હોય તો વધારે કાળ લાગે છે, તેમ અત્ર પણ સમજી લેવું, ઘણા ભવના દઢ સંસ્કારવાળા જીવો સર્વ શક્તિયોનો પ્રકાશ થોડા કાળમાં કરી શકે છે અને આ ભવમાંજ જેણે સદુપાયેનો પ્રયત્ન આદર્યો છે, તેને ઉત્કટ આત્મવીર્યને વેગ ન હોય તો વધારે વખત લાગે છે, જે ફળની વાર લાગે તે સંપુરૂષે સમજવું કે હજી વિશેષ સદુપાયે વીર્યવેગથી ઉદ્યમ કર જોઈએ, ઉદ્યમી પુરૂષ અને કર્મનો પરાજય કરે છે, અને આત્માની
www.kobatirth.org
For Private And Personal Use Only