________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ) ધારણ કરે. મન તમને નઠારા વિચારમાં પ્રેરે તે તુરત તમે મનને વેગ આપી શુભ વિચારમાં અને શુદ્ધ વિચારમાં પ્રેરે, પ્રભુના ગુણેનું સ્મરણ વા ગુરૂના વા આત્મગુણ ચિંતવનમાં મનને રોકો, આત્માનું સામર્થ્ય પ્રાપ્ત કરે !! આત્માવડે આત્માનો ઉદ્ધાર થવાનો છે, પિતાના સામર્થ્યથીજ હે મિત્રે ! તમે સંસાર સમુદ્ર તરી શકશે, તમે કંઈ પણ આત્મપ્રયત્ન કરશે નહિ તે તમને આત્મસામર્થ્ય પ્રાપ્ત થનાર નથી. શ્રી વીરપ્રભુ તીર્થકરે બાર વર્ષ અધિક આત્મધ્યાન કર્યું ત્યારે તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તમે પણ તેવી રીતે સર્વજ, સમાનભાવથી જ આત્મતિ કરવા પ્રયત્નમાં જોડાઓ, તમારા પ્રયત્નથી પ્રતિદિન તમે કંઈક આગળ વધશે, તમારે આત્મા પ્રસન્નતાથી આગળ વધશે કે તુરત તે આનંદધારાને પ્રાપ્ત કરશે, આનંદ ખરેખર અ માં છે.
હે મિત્રો ! તમે સુખને માટે અનેક જીવોને મારી નાખો છો, અનેક જીવોને સંતાપો છો, અનેક જીવોને છેતરવાને માટે અનેક પ્રકારની કળાએ તથા ચેષ્ટાઓ કરે છે, તેથી કંઈ તમને તાત્વિકસુખ મળતું નથી અને ઉલટા તમારા મિત્રોને દુઃખ આપી દુઃખના ખાડામાં તમે પતે ઉતરે છે, તેનો વિચાર કરે, અને અશુભ કર્મોથી
www.kobatirth.org
For Private And Personal Use Only