SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) મુનિ આદિ મહાપુરૂષોએ ઘર ઉપસર્ગો સહન કરી આત્મસિદ્ધિ મેળવી છે તે પણ સમભાવને જ મહિમા છે. દમદંત રાજર્ષિ સમતા સામાયિકમાં રહેલા હતા તે સમયે પાંડેએ ભાવપૂર્વક વંદનપૂજન કર્યું અને કોઈએ પથરાઓથી ઢાંકી દીધા તે પણ તે સમભાવમાં રહ્યા છે તે પરમ સુખના ભાગી થયા. હે આત્મન ! તું આવા અનેક મહાપુરૂષનાં જીવન આદશે વિચારી અપાશે પણ આવા પ્રકારનું ઉત્તમ જીવન જીવવા પ્રયત્ન કર. સંસારનો મોહ મૂકી સ્વભાવમાં રહી આત્મસ્વરૂપની તું વિચારણા કર. શ્રી મહાવીર પ્રભુએ સાડાબાર (રા) વર્ષ અને એક પક્ષ-પખવાડીયા સુધી મૌન રહી અનેક અનુકૂળ પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરી પરમ પૂર્ણ જ્ઞાન–કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ભવ્ય આત્માઓને જે આત્મશુદ્ધિનો ઉપદેશ કર્યો હતો તે ઉપદેશ સુધર્માસ્વામીએ આચારાંગ આદિ સિદ્ધાન્ત રૂપે ઉપદેશ કર્યો, અનેક નિગ્રંથ મહાપુરૂષોએ તેમજ આચાર્યમહારાજાઓએ તદનુસાર ઉપદેશ દ્વારા ઉપદેશ આપ્યો તે પરમ હિતકારી છે અને સ્વસ્વરૂપની ઝાંખી કરાવનાર-સાક્ષાત્કાર કરાવનાર છે, માટે હે આત્મન્ ! તું પરમ આદર પૂર્વક પરમ શ્રદ્ધા પૂર્વક શ્રવણ કર, મનન કર, નિશ્ચય કર, તે પ્રમાણે પ્રવૃત્તિ કર તો તું અવશ્ય કલ્યાણનો ભોક્તા થઈશ. शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ ॐ शान्तिः ३ વિ. સં. ૧૯૮૮ . પરમ ગુરૂદેવ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીને તા. ૪-૭-૩૩ વિજાપુર. | લઘુતમ શિષ્ય મુનિ જયસાગર. For Private And Personal Use Only
SR No.008651
Book TitleSaptatishat Sthana Prakaranam Part 2
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages112
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Literature
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy