________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
AA<> <> <> % < > 5% છે શ્રી સંભવનાથ સ્તુતિ છે VV <>]<> <> <> 17
(રાગ–આદિજિનવરરાયા) સંભવજિનરાયા, ભાત સેના કહાયા, ગુણગણ જસ ગાવા, દુર્ગતિ દૂર થાયા; કેવલ ગુણ પાયા, અશ્વવંછન સુહાયા, સંવરપ તાયા, ધ્યાનથી મોક્ષદાયા. જિનવર ચઉવીશા, મોહમાયા વીશા, કેવલથી ઈશા, શાસનશ્રી અધીશા; કરગ નર હરીસાં, મુક્તિના સુખ દીસા, જિનવર જગદીશા, દયાવળે નિશદીસા. જિનવરની વાણી, તેહ છે ગુણખાણી, નયભંગે ભરાણી, મોક્ષની જેહ લહાણી; કરમ કંદ કૃપાણી, જે ધરે ચિત્ત આણી, ધન ધન તે પાણી, પામશે શિવરાણી. શુભ સમક્તિ ધારી, દેવી છે દુરિતારી, હરતી વિઘન થાલી, ભક્તોની ભીડ ટળી; સંભવપદ સેવા, તે કરે મુક્તિ લેવા, સરિ લબ્ધિ કહેવા, સેવ દેવદેવા.
For Private And Personal Use Only