________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિકૃત
સંવત ૧૯૬૫ દેખો ગતિ દેવની ડે–એ રાગ) સંભવજિન તારશે રે, તારાશે રે ત્રિભુવનનાથ
સંભવજિન તારશે રે. નિમિત્તના પુષ્ટાલંબને રે, સાયની સિદ્ધિ કરાય; ઉપાદાનની શુદ્ધતા રે, નિમિત્ત વિના નહિ થાય. સંભવ. ૧ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી રે, નિમિત્તના બહુ ભેદ; જ્ઞાન દર્શન ચારિત્રના રે, નિમિત્ત ટાલે ખેદ. સંભવ - ૨ શુદ્ધ દેવગુરુ હેતુ છે રે, ઉપાદાન કરે શુદ્ધિ; ઉપાદાન અભિન્ન છે રે, કાર્યથી જાણે બુદ્ધ. સંભવ. ૩ કાર્ય દ્રવ્યથી ભિન્ન છે રે, નિમિત્ત હેતુ વ્યવહાર; શુદ્ધાદિક ષટુ ભેદ છે રે, વ્યવહાર નયના ધાર. સંભવ° ૪ ભિન્ન નિમિત્ત પણ કાર્યમાં રે, ઉપાદાન કરે પુષ્ટિ; નિમિત્ત વિણ ઉપાદાનથી રે, થાય ન સાયની સૃષ્ટિ. સંભવ૦ ૫ પુષ્ટાલંબન જિનવિભુ રે, આદર્યો મન ધરી ભાવ; ઉપાદાનની શુદ્ધિ માં રે, બનશે શુદ્ધ બનાવ. સંભવ. ૬ ત્રિકરણોગથી આદર્યો રે, મન ધરી સાધ્યની દષ્ટિ, બુદ્ધિસાગર સુખ લહે રે, પામી અનુભવ સૃષ્ટિ. સંભવ. ૭
૭૬.
શ્રી વિજયલબ્ધિસૂરિકૃત
(રાગ ભૈરવી–આવી મૂરતિ મેહનગારી) મહામુર્તિ મંગલકારી, ગુણાગાર સંભવ તારી (અંચલી) ધામક હારી ધામક ધારી, અચરજકારી કીર્તિ તારી;
જ્ઞાનસ્થાન ભંડારી, મહામૂરતિ મંગલકારી. ૧
For Private And Personal Use Only