________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિજમાતૃભાષા પ્રેમને, નિશ્ચય હૃદયમાં આણુ. ૨૪૭ લેખે લખી ગ્રન્થ લખી, ભક્તિ કરે નિજ માતની, નિજજન્મની ત્યારે થતી, શુભ ધન્યતા નિજ જાતની; ગુજરાતી ભાષા સાક્ષ, નિજ માતૃની સેવા કરે, નિજમાતૃભાષામાં સકલ, શિક્ષણ કળાને આચરે. ૨૪૮ નિજમાતૃભાષાને રે, સાબર૫રે જીવન ધરે, નિશ્ચય હૃદયમાં દ્રઢ ધરી, એ મંત્રશિક્ષા મન રે; જે માતૃભાષા શિક્ષણ, આપે જ કેળવણી ખરી, તે દેશની છે ઉન્નતિ, જાણે જ ઉંડા ઉતરી. ૨૪૯ નિજમાતૃભાષા બેલતાં, મોટાઈ છે મન માનવી, પરદેશીની ભાષા શિખી, અહંકારતા ના આણવી સમજી જનેને સાનમાં, શિક્ષા કથી શુભભાવથી, નિજમાતૃભાષા ભક્તિના, કર્તવ્ય સાચા દાવથી. ૨૫૦ ચાંદની, રાત્રી સમે સાબરમતીપર ચંદ્ર તારા ઝગમગે, સાબરમતી યશ પુંજના બનીને અહે તે તગમગે; સાબરમતીપર ચંદ્રની શુભ ચાંદની ખીલી રહી,
www.kobatirth.org
For Private And Personal Use Only