________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦.
અન્તર પ્રભુતા જાગતાં સર્વત્ર પ્રભુ વિશ્વાસ્યતા: અન્તર્ પ્રભુતા જ્યાં નથી ત્યાં બાહ્ય પ્રભુતા શું કરે, અન્તર્ પ્રભુતા સત્ય છે ના બાહ્યથી કશુંએ સરે. ૪૪૦ સૌમાં પ્રભુતા ભાસતાં આનન્દમય જીવન થતું, સમાં પ્રભુતા ભાસતાં નહિ નીચ જીવન રે છતું, કે નીચ નહિ આ વિશ્વમાં નિજ બ્રહ્મસત્તાદષ્ટિએ, માટે જ સિાની સાથમાં ભીંજાઓ આનન્દવૃષ્ટિએ. ૪૪૧ નિજ બ્રહ્મસત્તા ભાવનાથી સર્વમાં દેખે પ્રભુ, આનન્દ હેલી ઝીલીને તન્મય બની બનવું વિભુ; દેખે અણુ અણુમાં રહી પ્રભુતા સર્કલમાં જાગતી, પ્રભુતામયી દષ્ટિ બળે ઝટ નીચતા દૂર ભાગતી. ૪૪૨
જ્યાં તુચ્છજીવો ભાસતા ત્યાં મુક્તિદ્વારે બંધ છે, છૂપી રહી પ્રભુતા જુવે તે અન્ય પણ નહિ અબ્ધ છે, ઢંકાયેલી પ્રભુતા સકલમાં દેખી પાયે લાગવું, લેકે નિહાળે દોષ ત્યાં પ્રભુતા નિહાળી જાગવું. ૪૪૩ સિમાં મહત્તા ભાસશે પ્રભુતા નિહાળે પ્રેમથી, દો જશે નિજ દષ્ટિથી ભાખ્યું ખરૂં એ નેમથી;
www.kobatirth.org
For Private And Personal Use Only