________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પતિના પાલન,
- વિવેચન–જે પ્રતિજ્ઞાથી પાછો હઠે છે, તે વિશ્વમાં નપુંસક ગણાય છે. જેનામાં કાર્ય કરવાની શક્તિ નથી હોતી તે નપુંસક ગણાય છે. પુરૂષને વા સ્ત્રીને આકાર હોય પરંતુ પ્રતિજ્ઞા પ્રમાણેના પ્રવર્તાય તે નપુંસકત્વપદવડે વિશ્વમાં કે તેને વ્યવહરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. જે પ્રતિજ્ઞા કરીને પાછા હઠે છે, જે નામરૂપના મેહમાં મુંઝાઈને પ્રતિજ્ઞા માટે આત્મશક્તિને વ્યય કરતું નથી, જે આત્માર્પણ વખતે પાછો હટી જાય છે, જેને પિતાની પ્રતિજ્ઞાદિકર્તવ્યતા માટે શુરાતન ચડતું નથી અને જેને આત્મશક્તિને સ્વાશ્રયમાં વિશ્વાસ નથી; તે નપુંસક છે. પ્રતિજ્ઞાદિ કાથી પાછા હઠનાર નવ નવ ગજની મુછો. વાળો હોય અને ભૂંડની પેઠે વસ્તાર વાળ હોય તે પણ તે નપુંસક છે. પ્રતિજ્ઞા પાલનનું પુરૂષાર્થ દરેક મનુષ્યના આત્મામાં ખીલી શકે છે. પરંતુ પોતાની પ્રતિજ્ઞા વિના અન્યવિશ્વના સામુ ન જોવામાં આવે ત્યારે તે કાર્ય બની શકે છે. પ્રતિજ્ઞા જે કરેલી ફરતી હોય તે, એ પ્રતિજ્ઞાશૂટ, માનવ જાતિમાં ગણાય નહિ.
પ્રતિજ્ઞા ભ્રષ્ટ થવાથી પુરૂષત્વને નેક, ટેક રહેતું નથી. માટે નાભાઈને ત્યાગ કરીને કીધેલી પ્રતિજ્ઞાઓને પાળવી જોઈએ.
પ્રતિજ્ઞાની ખરી નેકટેકવડે મનુષ્યને ટેક વધે છે. એમ જે કવામાં આવ્યું છે, તે અક્ષરે અક્ષર સત્ય છે. જે પ્રતિજ્ઞાની ટેકથી પિતાને નેક જાળવી રાખે છે, તેને વિશ્વના લેકમાં અત્યંત વિશ્વાસ બંધાય છે, અને તે ધારેલાં કાર્યોને કરી શકે છે. ખરી કસોટીના પ્રસંગે પ્રતિજ્ઞાની ટેક જાળવવાથી નેક વધે છે. જે નેક તરવારની ધાર વડે વધતે નથી તથા લક્ષ્મી સત્તાવડે વધતે નથી, તે ખરેખર પૂર્ણ પ્રતિજ્ઞા પાલનથી વધે છે. આફ્રિકામાં મોહન કરમચંદ ગાંધી સત્યાગ્રહની પ્રતિજ્ઞાને લઈને ધારેલાં કાર્ય પાર પાડવા શક્તિમાન થયા છે. પ્રતિજ્ઞા પ્રમાણે વર્તને રહેવાથી લેકેને પિતાના ઉપર વિશ્વાસ બેસે છે. લાખે અને કરોડો રૂપીઆની ઉથલપાથલ કરનારા વહેપારીઓ ખરેખર બોલેલા વચન પ્રમાણે ટેક રાખવાથી વિશ્વમાં ફાવી જાય છે. પ્રતિજ્ઞાની ખરી ટેક વિના બોલેલા બેલોની ધૂળી જેટલી પણ કિંમત નથી, માટે
For Private And Personal Use Only