________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રતિજ્ઞા પાલન.
( છપય છંદ) વચન પાળ તે રાય–બાકી છે રડીરાડે. વચન પાળ તે રાય–બાકી છે ગાયવર ગાંડે વચન પાળ તે રાય–બાકી છે પંદ સરીખા વચન પાળ તે રાયબાકી છે કાંટા તીખા વચન પાળે જે કદી તેને નરપત નવ ગણે શુળ સમાન જ લાગશે એ સહુને અળખામણે
પ્રતિજ્ઞા પાલક વિરની શોભા સર્વત્ર પ્રસરે છે. પ્રતિજ્ઞા ખરેખર કીર્તિનું લ્હાણું છે. પ્રતિજ્ઞા વિના કીર્તિની પ્રાપ્તિ થતી નથી. મહાપુરૂષના પ્રાણ જાય તે પણ તેઓની પ્રતિજ્ઞા ટળતી નથી. પ્રતિજ્ઞાથી પ્રાપ્ત થએલ કીર્તિ આ વિશ્વમાં સૂર્ય કરતાં અધિક છે રવિરાજ તે દિવસના વખતમાંજ પ્રકાશે છે અને પ્રતિજ્ઞાથી પ્રાપ્ત થયેલી કીતિ તે રાત્રિ અને દિવસના વખતમાં પ્રકાશે છે. કીતિનું વહાણું લેવું હોય તે પ્રતિજ્ઞા પાળવાની ઘણીજ આવશ્યકતા છે. રામચન્ટે પ્રતિજ્ઞા પાળીને વિશ્વમાં કીતિનું લહાણું આપ દન કર્યું હતું. તે કયા ભારતવાસીની દૃષ્ટિ બહાર છે? રામ ફકત પિતાની ના છતાં પણ સ્વપિતાનું વિકટ સંકટ ટાળવા અને કૈકેયી માતાની સુખ ભેગવવાની-અને ભરતને રાજ્યગાદીએ અભિષેક કરવાની લાલસાને તૃપ્ત કરવા બાર વર્ષ વનવાસમાં રહેવાને તૈયાર થયા અને આ સંસાર અસાર છે એમ માની રાજ્યપદને તિલાંજલિ આપી દીધી. ખરેખર રામ તે રામજ હતા–હદયમાં રમી રહેલા આત્મારામ જ હતા–અરે પરમાત્માની સાથે લીન પામેલા રામજ હતા–પિતૃ પ્રેમ કે હોય છે, તે આજના ઉછરતા યુવાનોમાં ભાગ્યેજ દશ્યમાન થાય છે.
સ્વર્ગની કુંચી ખરેખર પ્રતિજ્ઞાજ છે. ગમે તે સુવ્રતની પ્રતિજ્ઞાપાલનથી સ્વર્ગની કુંચી હસ્તગત થાય છે. પ્રતિજ્ઞા પાળીને અનેક મહાત્માએ સ્વર્ગપદને પામ્યા છે, તેના ગ્રંથમાં અનેક દષ્ટાંત મોજુદ છે. ગજસુકુમાળ, મેતાર્ય, બાપારાવળ, રાજસિંહ, ઝાલા માનસિંહ વગેરે અનેક મહાપુરુષે પ્રતિજ્ઞા પાળીને સગતિને પામ્યા છે. પ્રતિ.
For Private And Personal Use Only