________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, માટે જેના વિચારો સુધર્યાં, તેનાં કાર્યાં પણ સુધરવાન એ નિઃસંદેહ છે. વિચારો સુધર્યાં તેનાં વચનો પણ ઉત્તમ પ્રકારનાં નિકળવાનાં. આ રીતે વિચારશુદ્ધિથી વચનશુદ્ધિ અને કાર્યશુદ્ધિ પણ થાય છે અને જેના વિચારમાં, વચનમાં અને કાર્યમાં એક રૂપતા છે, તે ખરેખરા મહાન્ પુરૂષ છે. માટે આપણે જો પ્રપ ંચિક જીવનમાંથી આગળ વધી મહાન પુરૂષ થવું હોય તે। આ શ્લોકોમાં સંખ્યા પ્રમાણેની ભાવનાએ સમજતી, જવી અને તે પ્રમાણે આપણાં કાર્યો પણ થવાંજ જોઇએ, આ રીતે જ્ઞાન પ્રમાણે મનુષ્યનું ચારિત્ર પણ થવા લાગશે.
રતનપોળ–અમદાવાદ.
તા. ૧૭-૮-૨૧.
પન્યાસથી અજીતસાગરજી ગણિએ પેાતાના ગુરૂ આચાર્યશ્રી બુદ્ધિસાગરજીને પગલે ચાલી, પોતાના જ્ઞાનના અને શક્તિનો સદુપયોગ કરી, બાળજીવોના હિતાર્થે આ પ્રકરણાનું સ્પષ્ટ અને સમજાય તેવું ભાષાંતર અન્વય સાથે કર્યું છે તે ખાતર તેમને ધન્યવાદ ટે છે અને આશા રાખવામાં આવે છે કે ભવિષ્યમાં બીજા જૈન સમાજને ઉપયોગી ગ્રન્થો અને પ્રકરણાનાં ભાષાંતરો બ્હાર પાડી જૈન પ્રાતે વિશેષ ઋણી બનાવશે.
ણિલાલ ન. દોશી.
For Private And Personal Use Only