________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બંભણુ ઘરે ચંડાલણી જાઈ–બંભણ કહેતાં જ્ઞાનવંત
જીવ, એહને ઘરે ચંડાલી તે કદાગ્રહતા ઉપજાવે છે.
જ્ઞાનવંત જીવને ત્યાં કદાગ્રહરૂપ ચંડાલી ઉત્પન્ન થઈ છે. કીડી સૂતી પોલી ન મા–કીધ તે માયા તે સૂતી કહેતાં
વિસ્તાર પામી છે તે પિલી કહેતાં કાયા તેની અંદર
સમાતી નથી, ઘણી વિસ્તરી ગઈ છે. ઉં. વહી પરનાળે જાવે પા–ઉટ તે લેભ, વ્યાપા
રાદિક પાપ તે પરનાળે વહી જાય છે. કરી દુઝી ભેંશ વહુકે–ડોકરી તે ચિંતા દુઝે છે ત્યારે
ભેંશ કહેતાં કાયા તે વસુકે છે–સુકાય છે. શેર ઘેરે ને તલાર બાંધી મૂકે–ચોર તે મન ચોરા
કરે છે, પાપ કરે છે અને તલાર કહેતાં કેટવાળરૂપ
શરીરને સ્વામી તે બંધનપણું પામે છે. એ હરિઆલી જે નર જાણે–એ હરિઆલીને અર્થ
કોઈ ચતુર હોય તે જાણે. મૂરખ કવિ દેપાળ વખાણે –તે મૂખ હોય
તે પણ દેપાળ નામને કવિ એને વખાણે છે.
હરિયાલી ૨ સખી રે મેં તે કાકદીઠું –વજીસ્વામી આશરે છ માસના
હતા ત્યારે તેની માતા સુનંદાએ ધનગિરિ સાધુને સોંપ્યાવહોરાવ્યા. તેને સાધ્વીના ઉપાશ્રયમાં પાલણે સુધારીને શ્રાવિકાઓ હીંચાળતી થકી હાલરડાં ગાતી ગાતી માંહેમાંહે સખીઓને કહે છે-હે સખી! મેં કૌતુક દેખ્યું.
For Private And Personal Use Only