________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': ૧૩૯:
ઘર ઘર દીવા લઈને ફરે, બહુલા જીવ તેહમાંહિ મરે; મેરાઇયાનું મહેનામ, ઘર ઘર ફરતે કરે પ્રણામ. ૧૫. પાખી પડિમણુને કાળ, તે વિસારે મૂર્ખ ને બાળ; મુખે કહાવે શ્રાવક નામ, નવિ જાણે શાસન દુર્લભ ઠામ. ૧૬. જલજલ દીવા પછિમ રાત, કાઢે અલછી જીમે પ્રભાત; ચઉલા કુલ વિના નવિ જમે, દેખે લોક અજ્ઞાને ભમે. ૧૭. ગૌતમસ્વામી પામ્યા જ્ઞાન, તેહતણે તજીને નામ; જુહાર ભટારાં કરતે ફરે, સાંજે સાજન ભણું સંચરે. ૧૮. પહેરે ઓઢે બહુ શણગાર, કામોગ પૂર્યા પરિવાર; હાંસી બાજી કરે ૮ટેલ, બાંધે કર્મ જાય કહ બેલ. ૧૯ પછી વળી કરે ભાઇબીજ, ખાતાં પીતાં આવે રીઝ; મૂળ મંત્ર ઘણું સાધે જેહ, ધમ ન આરાધે પ્રાણી તેહ. ૨૦. દીવાળીનું કપી નામ, સગાંસંબંધી જમાડે તામ; અન્ન કેળવી કરે આહાર, જે જે લોકતણે વ્યવહાર, ૨૧. આ ધમતણે દિન એહ, પાપ કરી વિરાધે તેહ; કર્મ નિકાચિત બાંધે બાળ, એણ પરે લે અનંતે કાળ. ૨૨. જેહને મુક્તિ અછે ટુકડી, તેહની મતિ સંવરમાં ચડી; સંસારી સુખદુઃખ સ્વરૂપ, અહનિશ ભાવે આતમભૂપ. ૨૩. દોહિલો દીસે નરભવ જેહ, તેહમાંહિ દુર્લભ જિન ધર્મ તેહ, જિનવાણી દુર્લભ તે સુણે, મિથ્યામતિને સહેજે હણે. ૨૪. તપગચ્છ ગયણ વિભાસણું ભાણું,
For Private And Personal Use Only