________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[: ૧૦૫ :
નર રવિવાર; મહા સુદિ આઠમે બિંબ ભરાવી, સફળ કિયે અવતાર રે. ધન, ૨. શ્રી પ્રભુ મૂરતિ થાપી, સકળ તીરથ શણગાર રે; કલિયુગ કહપતરુ એ પ્રગટા, વાંછિત ફળ દાતાર રે. ધન૩. ઉપાશ્રય બે હજાર કરાવ્યા, દાનશાળા સય સાત રે; ધર્મતણું આધાર આપી, ત્રિજગ હુએ વિખ્યાત રે. ધન ૪. સવાલાખ પ્રાસાદ કરાવ્યાં, છત્રી સહસર ઉદ્ધાર રે; સવાકેડલ સંખ્યાએ પ્રતિમા, ધાતુ પંચાણું હજાર રે. ધન પ. એક પ્રાસાદ ન નિત નીપજે, તે મુખશુદ્ધિ હોય રે; એહ અભિગ્રહ સંપતિએ કીધા, ઉત્તમ કરણ જાય રે. ધન ૬. આર્યસુહસ્તિ ગુરુ ઉપદેશે. શ્રાવકને આચાર રે; સમતિ મૂળ બાર વ્રત પાળી, કીધે જગ ઉપકાર રે. ધન૭. જિનશાસન ઉદ્યોત કરીને, પાળી ત્રણ ખંડ રાજ રે; એ સંસાર અસાર જાણીને, સાધ્યા આતમકાજ રે. ધન, ૮. ગંગાણી નયરીમાં પ્રગટયા, શ્રી પદ્મપ્રભુ દેવ રે; વિબુધ કાનજી શિષ્ય કનકને, દેજે તુમ પયસેવ રે. ધન ૯.
શ્રી શાંતિજિન સ્તવન શાંતિ જિનેશ્વર સાહેબ વંદે, અનુભવરસને કંદ રે; મુખમટકે લચનને લટકે, માહ્યા સુરનર વંદ રે. શાંતિ. ૧. આંબે મંજરી કેયલ ટહુકે,
૧ સાત સે. ૨ છત્રીશ હજાર. ૩ ચરણની સેવા.
For Private And Personal Use Only