________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: ૯
:
હાં હાં રે પ્રગટે. ૨. મંગળ પુત્રો આપતો, મંગળ છે તુજ ધ્યાન; મંગળ સારા દેશમાં, દેજે મંગળ દાન. હાં હાં રે દેજે. ૩. મંગળ નર ઉપજાવજે, મંગળ નિપજે નાર; મંગળ તારા ભક્ત છે, મ ગળ ઘા વ્યાપાર. હાં હાં રે મંગળ૦ ૪. મંગળ દષ્ટિ આપજે, મંગળ પર્વજે ધાન; મંગળ ગીતમદેવનું, મંગળ ગંભીર જ્ઞાન. હાં હાં રે મંગળ૦ ૫. મંગળતા મુજ વાણીમાં, આપે મંગળ દેવ; મંગળ મુજ સેવપણું, મંગળ હારી છે સેવ. હાં હાં રે મંગળ૦ ૬, પવિત્રતા મુજ દેશની, મંગળકારી સદાય; મંગળ સમરણ આપનું, કરતાં મંગળ થાય. હાં હાં રે મંગળ૦૭. મંગળ મુજ મનમાં વસે, મંગળ આપજે માન; મંગળ ભેખ નિભાવશે, મંગળ ભાવિક ભાન. હાં હાં રે મંગળ૦ ૮. અજિત સ્તવે મંગળ મને, મંગળકારી મહેશ; મંગળ કરી મુજ દેહને, મંગળ કરે પ્રદેશ. હાં હાં રે મંગળ૦ ૯.
શ્રી આદિ જિન સ્તવન (મને મૂકીને ગયો છે મારે છેલ રે–એ રાગ.) આદિનાથની અલબેલી મૂર્તિ મળી ; પાર પહોંચી હારી જેથી ભવ બેડલી જે. આદિ, ટેક. જેમાં મુખડું શરદના શશિ સમું જે હું તે હેતે પ્રભુના ગુણમાં રમું છે. આદિ- ૧
૧. ચંદ્ર.
For Private And Personal Use Only