________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ મેહથી જડ જેવા બની ગયેલા અજ્ઞાની છ ચેતી - કતા નથી. શરીરમાં આત્મા છે માટે આત્માનેજ ગ્રહે. આત્માના ધ્યાનમાં રહે, આત્માના અસંખ્ય પ્રદેશ છે. અનંતકાળ ગયો અને અંનતકાળ જશે તે પણ અસંખ્યપ્રદેશમાંથી એક પણ પ્રદેશ નાશ પામતો નથી. આત્માના એકેકપ્રદેશમાં જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સુખ વિગેરે અનંત ગુણે રહ્યા છે. તેમજ આત્માના એકેક પ્રદેશમાં અનંતપર્યાય છે અસંખ્યપ્રદેશમાં અનંત ગુણપર્યાય છે. અસંખ્યાતપ્રદેશ મળીને આત્મા કહેવાય છે. આત્માના પર્યાયની શુદ્ધતા તેજ પરમાત્મપદ જાણવું. આવું પર માત્મપદ આત્માથી ભિન્ન નથી. અંતરમાં જ્ઞાનથી તપાસી જોતાં પરમાત્મપદને અનુભવ આવશે, નામ પરમાત્માનું સ્થાપના પરમામા, દ્રવ્યપરમાત્મા, ભાવપરમાત્મા, આચાર નિક્ષેપે પરમાત્મા છે. તેમજ પરમાત્માના બે ભેદ છે. ભવસ્થ પરમાત્મા અને અભવસ્થ પરમાત્મા, તેમજ વળી સાતનયથી પરમાત્માનું સ્વરૂપ જાણવું. જેમ જેમ આત્મા ચઉદ ગુણસ્થાનક પિકી ઉપર ઉપરના ગુણ સ્થાનકે ચઢે છે. તેમ તેમ પોતાના અનંત ગુણેને ઉપશમભાવે, ક્ષયેશમભાવે અને ક્ષાયિકભાવે ખીલવે છે, ધારો કે અમદાવાદથી મુંબાઈટ્રેનમાં જવાનું છે તેમાં જેટલો માર્ગ કાપે તેટલું મુંબઈ નજીક આવતું જાય છે તેવી જ રીતે આત્માના પ્રદેશ તરફ જે જે અંશે ઉપશમાદિ ભાવથી ગમન કરીએ છીએ તેટલા તેટલા અંશે પરમાત્માના સન્મુખ જઈએ છીએ. પરમાત્મસ્વરૂપ પામવા માટે જે જે પુરૂષ પ્રયત્ન કરે છે તે તે પુરૂષો કારણ સામગ્રી પામીને પરમાત્મપદની સિદ્ધિ કરે છે. અન્તરદષ્ટિથી પરમાત્મપદ જાણી શકાય છે. અન્તરદષ્ટિને જ્ઞાન કહે છે. જ્ઞાનના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવળજ્ઞાન એ પાંચ ભેદનું વિવેચન કરે છે.
For Private And Personal Use Only