________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિ: કર્મના ફળને હું તટસ્થપણે ભેગવનાર છું. શુભાશુભ કર્મથી હું ભિન્ન છું તેથી શુભાશુભ કર્મના વિપાકને ભેગવતાં હર્ષ શોક કરે ઘટે નહીં. “સચ્ચિદાનંદ મારૂ સ્વરૂપ છે, “જ્ઞાનધન”મારૂ છે. માટે જ્ઞાનધનને જ મારૂ માનવું જોઈએ. જડ લકમી તે ક્ષણિક છે તેથી તે બાબતને શોક કરે ઘટે નહીં. તેમ લમી ઘણી થાય તે હર્ષવા અભિમાન કરે પણ ઘટે નહીં. આ પ્રમાણે જે વ્યાપારી મનમાં ઉચ્ચ ભાવના ધારણ કરે તો અશુભ વિચારને પ્રવાહ બંધ પડે. અને મુખ ઉપર આનંદની છાયા એક સરખી રહે. અને તે વ્યાપારી મનને વશ કરવામાં અંતે બહાદર નીવડે ધારે કે કઈ પ્રબળ પ્રતાપી બ્રહ્મચર્યને ધારણ કરનાર “મુનિરાજ' છે, મુનિરાજના બ્રહ્મચર્યથી કીર્તિ દશ દિશામાં પ્રસરી રહી છે. કોઈક ઈર્ષાળુ મનુષ્ય કપટ કરી બ્રહ્મચારિમુનિરાજ ઉપર વ્યભિચારનું આળ ચઢાવ્યું. મુનિરાજના જાણવામાં આવ્યું. મુનિરાજ જે ઈર્ષ્યાળુ મનુષ્ય ઉપર કોધ કરે તો સંયમધર્મને ઘાત થાય છે. અને તેથી કંઈ કલંક ઉતરતું પણ નથી મુનિરાજ વિક૫સંકલ્પ કરે છે તેથી કંઈ મુનિરાજને શાંતિ થતી નથી. કદાપિ મુનિરાજ આત્મઘાત કરે તે મહાપાપ કર્મ બાંધે, લોકેની આગળ પિતાનું બ્રહ્મચારીપણું સિદ્ધ કરવા જાય તે કેટલાક માને અને કેટલાક માને પણ નહીં, મુનિરાજ આવા સંકટના સમયે મનમાં આવી ઉચ્ચભાવના ભાવે કે હે ચેતન, તને કલંક ચઢાવવામાં પરજીવ તે નિમિત્ત માત્ર છે. સીતા, સુભદ્રા જેવી સતીને જૂઠાં કલંક ચઢયાં છે તે તને ચઢે એમાં કઈ આશ્ચર્ય નથી. કલંક ચઢવાથી લોકોમાં અપકીર્તિ થાય. તેથી કીર્તિને નાશ થાય. એમ પણ વિચારીશ નહીં. કીર્તિ અને અપકીર્તિ એ એ પણ નામ કર્મની પ્રકૃતિ છે. કીર્તિ નામકર્મ ઉદયમાં આવે છે ત્યારે લોકો અપકીર્તિ કરે છે કીર્તિ અને અપકીર્તિ એ બે નામકર્મની પ્રકૃતિ ઉદયમાં આવે ત્યારે સમભાવ રાખવો જોઈએ. અપકીર્તિ થતાં તે કર્મ ખપી જાય છે. અપકીર્તિ નામકર્મ ભેગવતાં જે તે ખરાબ વિચાર
For Private And Personal Use Only