________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મા તિઃ
૩૧
में जाण्यु ए लिंग नपुंसक, सयल मरदने ठेले बीजी वाते समरथ छे नर, एहने कोइ न झीले हो. कुंथु ७ मन साध्यु तेणे सघळु साध्यु, एह वात नही खोटी; एम कहे साध्युं ते नवि मार्नु, ए कंइ वात छे मोटी हो. कुंथु ८ मनडं दुराराध्य तें वश आण्यु, आगपथी मति आ[; आनन्दघन कहे माहरु आणो, तो साचुं करी जाणुं हो. कुंथु ९
ભાવાર્થ–હે કુંથુનાથ ભગવાન્ ! મારૂ મન કેઈ પણ પ્રકારે આત્માની સાથે જોડાતું નથી. હું જેમ જેમ પ્રયત્ન કરીને વશ રાખવા પ્રયત્ન કરૂ છું. તેમ તેમ મન કુલટા સ્ત્રીની પેઠે દૂર જાય છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં નહીં જોડાતું વક મન બહિરના વિષયમાં ભટકે છે. જરા ખેંચીને લાવું છું કે અનુપયોગ દશામાં છટકી જાય છે. માટે હે ભગવાન્ આપ જ્ઞાતા છે. આપશ્રીએ મનને માર્યું છે. માટે આપની આગળ વિજ્ઞપ્તિ કરૂ છું.
૨-બીજી ગાથામાં જણાવે છે કે, રાત્રીના વખતમાં પણ મન ચાલ્યું જાય છે. રાત્રીના ઘેર અંધારામાં પણ તે રોકાત નથી દેખતાની પેઠે ચાલ્યું જાય છે. દિવસમાં પણ ચાલ્યું જાય છે. જીનું જ્યાં રહેવાનું હોય એવી વસતિમાં પણ ચાલ્યું જાય છે. ઉજડ જગ્યામાં પણ ગમે ત્યારે ચાલ્યું જાય છે. આકાશમાં અને પાતાળમાં પણ એક ક્ષણમાં ચાલ્યું જાય છે, અનેક પ્રકારના વિષ.
માં મન આ પ્રકારે પરિભ્રમણ કરે છે પણ તેથી મનને કઈ પણ પ્રકારનો આનંદ મળતો નથી. અથવા મનને હાથમાં કંઈ પણ આવતું નથી. જેમ સર્વ કે મનુષ્યને કરડે છે તેથી મનષ્ય મરી જાય છે પણ તેથી સર્પની સુધા ટળતી નથી. સર્પના સુખમાં કંઈ પણ આવતું નથી. તેમ મન અનેક પદાર્થોમાં રાગ શ્રેષગે લિપ્ત થાય છે. પણ મનને તેથી કંઈ આનંદ મળતો નથી. અને ઉલટું રાગદ્વેષના યોગે આત્માને કર્મ લાગે છે, અને તેથી આત્માને ચાર ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. અને મનને
For Private And Personal Use Only