________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પરમાત્મ જ્યોતિઃ
૩૧૩ છે. પણ કંઈ વળતું નથી, તેમ હે ભગવન તમે પૃથકત્વ વિતર્ક સપ્રવિચારરૂપ શુકલ ધ્યાનથી ક્ષેપક શ્રેણિ ઉપર આરૂઢ થયા ત્યારે નેકષાયની પ્રકૃતિના છે જે આત્માના પ્રદેશની સાથે ક્ષીર. નીરવત્ પરિણમ્યા હતા તે સર્વ દૂર થઈ ગયા છે. ક્ષપકશ્રેણિરૂપ હાથી ઉપર આત્મા ચઢેલો દેખી નેકષાયરૂપ કુતરાં હાઉ હાઉ ભસતાં દૂર નાસી ગયાં. બંધ, ઉદય, ઉદીરણ અને સત્તાને સર્વથા પ્રકારે ક્ષય થાય છે તેને ક્ષાયિકભાવ કહે છે. સારાંશ કે નેકષાયના વિપાકને તમે સર્વથા ક્ષય કર્યો. માટે મારે પણ કરે જોઈએ. હવે કષાય પ્રકૃતિને નાશ ભગવાને કર્યો તે બતાવે છે. रागद्वेष अविरतिनी परिणति, ए चरण मोहना योधा वीतराग परिणति परिणमतां, उठी नाठा बोधा हो. मल्लि. ६
ભાવાર્થ--પરવસ્તુપર ઈષ્ટપણાની બુદ્ધિ તે રાગ અને પરવસ્તુ પર અનિષ્ટપણની બુદ્ધિને દ્વેષ કહે છે. રાગ અને દ્વેષ સંસારનું મૂળ છે. રાગ અને દ્વેષથી જીવ પિતાના સામર્થ્યને પ્રગટાવી શકતા નથી. ચોરાશી લાખ અવનિમાં પરિભ્રમણ કરાવનાર રાગ દ્વેષ છે, ચઉદરાજ લેકમાં રાગદ્વપનું રાજ્ય છે. અનંતજીને અનાદિ કાળથી રાગ દ્વેષ લાગ્યા છે. જયારે રાગ દ્વેષ ટળે છે ત્યારે આત્મા મુક્ત કહેવાય છે. રાગ દ્વેષને નાશ કરે તે મોટામાં મેટે દેવ કહેવાય છે કહ્યું છે કે,
લા, रागद्वेषौ महामल्लौ, दुर्जितौ येननिर्जितौ महादेवं तु तं मन्ये, शेषा वै नामधारकाः ॥ १॥
દુખે કરી જીતવા ગ્ય એવા રાગદ્વેષરૂપ મહામä જેણે જીત્યા છે તે મહાદેવ કહેવાય છે. બાકીના તે નામ માત્ર ધારણ કરનારા મહાદેવ સમજવા. રાગદ્વેષ ટળતાં સર્વ દેષ ટળ્યા કહેવાય છે. અવિરતિની પરિણતિ પણ આત્માના સ્વરૂપમાં રમતા કરતાં ટળે છે. રાગદ્વેષ તથા અવિરતિની પરિણતિ એ ત્રણ ચારિત્ર
For Private And Personal Use Only