________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૦
શ્રી પરમાત્મ ચૈાતિઃ
અશુભ અને અશુદ્ધ વ્યવહારમાંથી નિવૃત્તિ કરી શુદ્ધ વ્યવહાર જે આચરણરૂપ છે તેનેા અંગીકાર કરવા જોઇએ. અને શુદ્ધ નિશ્ચયકથીત શુદ્ધાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી જોઈએ. અને તેવા પ્રકારની યથાયેાગ્ય થવાને જોઈ દેશના દેવી જોઇએ, પરસ્પર નચેની સાપેક્ષતા ન ટળે એમ જિનવાણીને ઉપદેશ દેવા જોઇએ વ્યવહારમાં વ્યવહારની મુખ્યતા અને નિશ્ચયમાં નિશ્ચયની મુખ્યતા ધારવી જોઇએ. પણ ક્રિયાના ડંખર રૂપ એકલા ઉપચાગ શૂન્ય વ્યવહાર આત્માનુ હિત સાધી શકતા નથી. માટે શુદ્ઘનયથી માનેલી આત્માના અસંખ્યાત પ્રદેશ અને પ્રતિપ્રદેશે રહેલા અનંત ગુણપયાય તેની વ્યક્તિરૂપ જે સ્થાપના તેને સેવતાં રાગદ્વેષને તાપ રહે નહિ. શુદ્ઘનિશ્ચયનયનુ' સ્વરૂપ ધારીને તેથી આત્માના ગુણપયાયનુ· સેવન કરવામાં આવે તે જન્મજરા મૃત્યુનાં દુઃખ ટળે. અને આત્મા સમયે સમયે અનંત સુખને ભોક્તા થાય. શુદ્ઘનયસ્થાપનાની સેવના એ નિશ્ચયનયની વાત છે. પણ તેથી વ્યવહારનય કથીત જિન પ્રતિમા વિગેરેનુ ખંડન થતું નથી. કારણ કે પરસ્પર નયાની સાપેક્ષા છે. શ્રી સુવિધિના થના સ્તવનમાં વ્યવહારનયથી જિન પ્રતિમાની સેવાપૂજા સૂત્રની સાક્ષીએથી આનંદઘનજીએ દર્શાવી છે. માટે વીતરાગ વચનમાં જરા માત્ર શંકા કરવી નહીં. આત્માના અસંખ્યાત પ્રદેશેામાં અનંત સુખ છે. ચિત્તવૃત્તિ અસંખ્યાત પ્રદેશેશમાં રમાવ્યાથી અનંતકર્મની નિર્જરા થાય છે અને તે તે અંશે જ્ઞાનદર્શન ચારિત્રગુણા પ્રગઢ થતા જાય છે. અનંતગુણ પર્યાયને આધાર આત્માના અસંખ્ય પ્રદેશ છે, અને વસ્તુ ધર્મપણ અસંખ્ય પ્રદેશરૂપ આધારમાં રહે છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ત્રણ કાલમાં નાશ પામતા નથી. આત્માના એકેકપ્રદેશે અનતવીર્ય છે. આત્માના પ્રદેશમાંથી અનંતજ્ઞાન પ્રગટે છે. આત્માવિના જડ વસ્તુ છે તે આત્માની નથીતથા જડ વસ્તુઓમાં ત્રણકાલમાં સુખ ગુણ રહ્યા નથી. આત્માની ધારણા કરવી આત્માનુ ધ્યાન ધરવું, આત્માની સત્ય
For Private And Personal Use Only