________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
કેરે. મિત્ર બનવા આવનારમાં આમલેગ આપવાની શક્તિ છે કે કેમ? તેને અનુભવ લે. મિત્ર બનવા આવનાર મનુષ્યને પિતાના, સંબંધે કેટલી લાગણી છે, તેને અનુભવ લે. મિત્ર બનવા આવનારને પોતાના કયા વિચારો અને કયા આચારે ગમે છે. મિત્ર બનવા આવનાર મનુષ્ય તુચ્છ કે અતુચ્છ છે? તેને અનુભવ લે. મિત્ર બનવા આવનાર મનુષ્યમાં ધર્મબળ, નીતિબળ, સાહસબળ કેટલું છે? તેની પરીક્ષા કરવી. લેકેના અશુભ વિચારની અને દુર્ગુણની તેના પર તુ અસર થાય છે કે કેમ? તેને યુક્તિપ્રયુક્તિથી અનુભવ લે. મિત્ર બનવા આવનારને પોતાના વિચારે અને આચા સંબંધી શેમત છે? તેને અનુભવ કરે. મિત્ર બનવા આવનાર મનુષ્ય
સ્વતંત્ર વિચારને છે કે પરતંત્ર વિચારને છે? લોકેના ડગાવ્યાથી ડગી જાય એવું છે કે કેમ? તેને અનુભવ લેવો. મિત્ર બનવા આવનાર મનુષ્યમાં મનુષ્યજીવનમાં કયાં કયાં કર્મો કરવાની ઈચ્છા છે અને તેની તે ઈચ્છાઓ પાણીના પરપોટા જેવી છે કે મક્કમ છે? તેને અનુભવ કર. મિત્ર બનવા આવનારની બાહ્ય તથા આન્તરિક સ્થિતિ તપાસવી. જે તે કઈ રીતે હાનિ કરનાર કદાપિ થાય એમ ન હોય અને ઉલટું પોતાના વિચારોમાં અને સદાચારમાં ભાગ લઈને અન્યમનુષ્યનું જીવન સુધારનાર હોય તે તેવાને મિત્ર બનાવ જોઈએ. મિત્રેએ પરસ્પર મિત્ર બનાવવામાં ઉપરના વિચારને ધ્યાનમાં રાખવા જોઈએ. શર–પરાક્રમી-બીરબલની પેઠે હાજર જવાબી, નીતિપરાયણ, ઉદારવિચારથી સાંકળવિચારપર જ્ય મેળવનાર, દેશભક્ત, રાજ્યભક્ત, સ્વદેશને સાચા હિતસ્વી, વિશ્વજનની ઉન્નતિમાં આત્મભોગ આપનાર, જ્ઞાનધ્યાનપરાયણ, સ્વાશ્રયી, જાતમહેનતુ, આડબર રહિત, જીદગીને એક શ્વાસોશ્વાસ પણ નકાને કાઢવાની તીવ્ર જીજ્ઞાસાવાને મનુષ્ય મિત્ર થવાને લાયક છે. મનુષ્યનું હૃદય પારખનાર, ત્યાદિકી, નચિકી, કામવિકી, અને પારિમિકી બુદ્ધિને ધારણ કરનાર અને બહુશ્રુત મનુષ્ય મિત્ર કરવાને તથા મિત્ર થવાને લાયક બને છે એમ પ્રસંગોપાત્ત અત્ર કંથવામાં આવે છે.
For Private And Personal Use Only