________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રમૈત્રી.
-
-
-
-
-
-
દુર્જન મિત્રે તેને નાશ કરે છે. દુર્જન મિત્રેના પાશમાં પડેલા મનુષ્યની ફજેતી થવામાં બાકી રહેતી નથી. દુર્જન મિત્રે મુખે મીઠું બોલનાર હોય છે. તેમજ યુક્તિ પ્રયુક્તિથી પિતાને વિશ્વાસ બેસાડવા અનેક પ્રકારના પ્રપંચ રચે છે. સત્યને અસત્ય દેખાડે છે અને અસત્યને સત્ય દેખાડે છે. દુષ્ટ મિત્રે અનેક પ્રકારના મેજ શોખ વ્યસનના માર્ગોમાં સુજનેને ચઢાવીને તેઓને ફ્રેલી ખાય છે દુષ્ટ, ધૂર્ત મિત્રેની સંગતિથી ગુજરાતના રાજા કર્ણઘેલાએ ગુજરાતના પ્રધાન માધવની સ્ત્રી પર બળાત્કાર ગુજાર્યો તેથી ગુજરાતની અદશા થઈ. દુષ્ટ,ધૂર્ત સડેલ મનુષ્ય સત્ય મિત્રતા જાણતા નથી તેથી તેઓની મિત્રતા કરવી ન જોઈએ.
અકરણીય મિત્ર સ્વરૂપ. ક્ષણ ક્ષણે મન પલટતે, ઈર્ષા, રસ અપાર; મિત્ર કર ના તે કદી, પડતાં દુખ હજાર- ૭
વિવેચન –જે મનુષ્યનું મન સ્થિર ચિત્તવાળુ નથી. અને સેકન્ડે સેકન્ડ જેમ ઘડીઆળના કાંટા ફરે છે તેમ જેનું મન ક્ષણે ક્ષણે, ઘડીએ ઘડીએ બદલાય છે તેવા મનુષ્ય મિત્ર થવા લાયક હતા નથી. કારણ કે તેવા મનુષ્ય પિતાના મિત્રના આચારવિચારમાં વિશ્વાસ રાખી શકતા નથી. દરીયાના મેજાની માફક તુરગી વિચારેથી તેઓનું ચિત્તફર્યા કરે છે, અને તેઓનું પોતાના મિત્ર માટે મન શંકાશીલ રહે છે.
વળી જેઓ ઈર્ષાળુ છે અને મિત્રના શુભેચ્છક નથી, વાતવાતમાં વાંધા પાી રીસાઈ જાય છે, અને તિરસ્કાર અને દ્વેષ બુદ્ધિથી પિતાના મિત્રને જુવે છે તેવા મનુષ્ય માટે ગુરૂ મહારાજ કહે છે કે હજારે વિને પડતાં સહેવું પડે તે હજારો સંકટે વેઠવાં, પરંતુ તે મનુષ્યની સંગતિ કરવી નહિ. કદાપિ દુઃખનાં વાદળાં તુટી પડે, શીર્ષ પર કદાચ પાષાણની વૃષ્ટિ થાય તેપણ તેવા મનુષ્યોથી ટૂર રહેવું સુખદાયક છે. તેમ કરવામાં લાલાની સામે થવું પડશે, અને લલચાતા:મનને
For Private And Personal Use Only