________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મ પ્રચારક મહા મંડલ સ્થાપીને તે દ્વારાએ જૈન ધર્મને પ્રચાર કરવાના જે જે ઉપાય હોય તે સર્વે આદરવાની જરૂર છે.
લાલા લાજપતરાય અને જૈનધર્મ પુસ્તકમાં લાલાને પ્રત્યુત્તર આપતાં જૈનધર્મ વિરૂદ્ધ જે કંઈ મારાથી લખાયું હોય તેની પ્રથમથી જૈન સંઘ આગળ માફી માગું છું અને જે જે ક્ષતિ થઈ હશે તે સંબંધી વિદ્વાને સૂચનાઓ કરશે તે દ્વિતીયા વૃત્તિમાં સુધારે કરીશ. લાલાજીને જેમ જવાબ આપે તેમ મીસીસ સ્ટીવનસન વગેરેએ જૈનધર્મ સિદ્ધાંત આચાર સંબંધી જે ખંડન કર્યું છે તેને જવાબ “જૈનધર્મ પ્રીતિ ધર્મને મુકાબલે નામના ગ્રંથમાં” તેમજ જૈન બ્રીસ્તિસંવાદમાં આપે છે જેને તે વાંચીને અમને એવા કાર્યોમાં સહાયક થાએ એમ ઇચ્છું છું.
લેખક –બુદ્ધિસાગર. ૧૯૮૦ ભાદ્રપદ સુદિ પંચમી, પેથાપુર (ગુજરાત).
For Private And Personal Use Only