________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબુદગિરિમંડન શ્રી કષભદેવ સ્તવન
(મન મૂરખ કયું દીવાના હિ) સુંદર મુખ શોભા પ્રેમભરી,
હદયે હરખું પ્રભુ ધ્યાન ધરી. ટેક. ચાતક મેઘતણે જ પ્યાસી,
ત્યમ મુજ આતુર ઉર ઝરે, મુખ ગાન કરે ઉર ધ્યાન કરે. સુંદર૦ ૧ સ્વાતિજલને ગ્રહે માછલી,
ઉજજવળ મોતી ત્યાં પ્રગટે; પ્રભુ નેહજલે પ્રભુ ચરણ મળે. સુંદર૦ ૨ અબુદગિરિવાસી ઋષભ-જિન,
પ્રતિમા અતિશય મનહારી; પ્રભુ સુખકારી, આનંદકારી. સુંદર૦ ૩ અંબિકા હાયે વિમલમંત્રીએ,
મહામંદિર રચ્યું; ઉત્તમ ભક્તિ, પ્રભુ અનુરક્તિ. સુંદર૦ ૪ ભવભીડભંજન હે કૃપાલુ,
અમદષ્ટિ વરસાવોને; સુખ આપને દુઃખ કાપોને. સુંદર૦ ૫ અજિત પદવી દાતા જિનવર,
બુદ્ધિ નિર્મળતા કરજે; હેમેન્દ્ર ગણે, શિશુ આપતા. સુંદર ૬
www.kobatirth.org
For Private And Personal Use Only