________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
આજ તમે અરિહંત થઈને, સિહસ્થળે જઈ વસીયા અમે દુઃખમાં ડૂબીએ પ્રભુજી! મેહમાયામાં ફસીયા રે. પ્રભુ! * સંબધુ સાચે સારી રીતે, વિચારે વિભુ! આજ; શરણાગતિ સ્નેહી છે સાચે, રાખે તેની લાજ રે. પ્રભુ ૫ મોહન! મારા મનગમતા મહે, માન્યા બહુ ઉછરંગે, કૃપા કરો કમળાપતિ ! મુજ પર, તેડે ભવના તંગ રે. પ્રભુ! ૬ ગિરિધારી ગોવિન્દને પ્રભુજી! સહાય કરી અણધારી; પદવી અમર અહિને આપી, સંકટ સઘળાં વારી રે. પ્રભુ! ૭ અજિત અજર અવિનાશી સ્વામી ! સુખ શાન્તિના દરીયા ભાવે ગાતાં શિવસુખ પામે, ભવસાગરને તરીયા ૨. પ્રભુ! ૮
શ્રી શત્રુંજય મહિમાગર્ભિત સ્તવન.
(રાગ ધનાશ્રી) ફળી આ મનોરથ આજ, અખ્તર, ફળીઆ મને રથ આજ. મળીયા વિમળગિરિરાજ, અમ્હારા. ફળીયા મનોરથ આજ. ટેક. પુંડરીકગિરિ સન્મુખ ડગ ભરતાં, દૂર ટળી દુઃખ દાઝ. આ૦ ૧ કાળ અનંતે ભવભ્રમણમાં, કાલ્યો ગરીબનિવાજ. અ૦ ૨ સુખકારી હવે શીતળગિરિની, છાયા મળી સુખકાજ. અ૦ ૩ શરણાગતના તારક સ્વામી ! સકળ તીરથ શિરતાજ ! અ૦ ૪ ભવસાગરમાં ઝોકાં ખાતું, કાંઠે આવ્યું મુજ જહાજ. અ૫ વિમળરૂપ વિમળાચળ વહાલા ! આપી વધારો લાજ. અ૦ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only