________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૭)
૧
પદ ૮૭. ગઝલ. વિવેક સુણ બ્રામણ. જૂદાઈ સહી જાતી નથી; ને દર્શનાવસ્થા હને, મુજ નાથની થાતી નથી. જન મૂઢ મેહ્યા જે ઉપર, તે મેહિની મહા પતિ; મિથ્યા સુતા ઉપર તથા, શું મેહ પામ્યા છે અતિ. પુત્ર થયા છે તે હતા, બે ક્રોધ માન બિહામણા જગના ઉપર ચલાવી રહ્યા, હુકમ ભયંકર કર્મના. બ્રાહ્મણ ગએલા વારને, મનમાંહી કંઈ છે નહી; હું વાત ઉચરૂં કયાં સુધી, સપુત્ર એમાં છે નહી. સમતા સ્ત્રીએ ઉદ્યમ કર્યો, વિરહી દશાને પરિહરી; પ્રીતિ કરી પ્રભુ પાયમાં, આનન્દઘન નિશ્ચય કરી. આનન્દ ઉર પ્રગટી રહ્યો, આનન્દઘન છાઈ રહ્યો; આકાશથી અમૃત તણે, વરસાદ શુભ વષી રહ્યો.
૪
૬
પદ ૮૮-ગઝલ પૂછશે નહી બહેની ખબર, લાવ્યા વિવેક વધામણું; આનન્દ સુખનાં ગાયને, તું આવતાં (હું) ગાતી હતી. ૧ મુજ નાથ પ્રાણાધારની, બેલો ખબર એ બાંધવા! આનન્દમાં છે સર્વથા, આનન્દ સંયુત વા નવા. ૨ કેવળ અબાધિત વસ્તુનું, શું ક્ષેમ તે પુછવું ઘટે;
વ્યવહારની વધ ઘટ કથા, પણ આત્મ મધ્યે ના પટે. ૩ નિશ્ચય વિષે તો બંધ અથવા, મોક્ષ પણ નવ સંભવે; અવિનાશી વસ્તુ અનાદિમાં, નિત્યેય સુખડાં સંભવે. ૪ સુણજે વિવેક સુબંધવા, અમૃત સમી તુજ વાણી છે; શ્રદ્ધા અને સમતા મળી, નિજ નાથ લાવ્યાં તાણું છે. ૫ આનન્દઘન વદતા અને, આનન્દઘનની છે કથા; આનન્દઘન સુણતા હતા, આનન્દઘન સઘળે હતા. ૬
For Private And Personal Use Only