________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૦ ) મમતા ખાટ ઉપર તું રમતી, કરે નિંદા દિન રાત રે, નથી લેવું નથી દેવું આમાં, કરતી છતાં કકળાટ. ગરમ. ૩ કહે શ્રદ્ધા સુણ હે સ્વામીની, કરજે ન અંતર ખેદરે; ધીમે ધીમે તુજ નાથ આવશે, વદે આનન્દઘન ભેદ. ગરમ. ૪
પદ હર–રાગ–પરજ. અનંત અરૂપી આત્મારે, એને કરી લે વિચાર; સહજ વિલાસી હાંસી ના કરે, અવિનાશી અવિકાર. અનંત. ૧ જ્ઞાનાવરણી પંચ ભાતના, દર્શન કેરા નવ ભેદ, વેદની મેહની બબે જાણીએ, આયુષ ચાર વિકેદ. અનંત. ૨ શુભ અશુભ બે વખાણીએરે, ઉચ્ચ નીચ બે પ્રકાર; વિઘ પાંચે નિવારે આપથી, પંચમ ગતિપતિ ધાર. અનંત. ૩ યુગપદ્ ભાવી ગુણ ઈશનારે, એકત્રીશ મન આણ; અનંત પરમ આગમ થકી, અવિરેધી ગુણ જાણ અનંત. ૪ સુંદર સુભગ શિરોમણી, સુણે આતમ રામ; તન્મય કરીલે હારી ભક્તિથી, આનન્દઘન પદ ઠામ. અનંત, ૫
પદ ૭૩-રાગ ઉપરને.
આવે અલબેલા કહું વાતડી–એ ટેક. ઘરમાં ઘડી ગમતું નથી રે, યાદ આવે મહારે નાથ; જીવું છું વહાલાજી તુજ કારણે, હવે ઝાલો આવી હાથ. આ. ૧ ચુંદડી ઓઢી છે રૂડા રંગની રે, કાળે સોપારી પાન; સિંદુર સુભગ પીડા આપતું, વિરહ ખેંચે છે પ્રાણ આવે. ૨
જ્યાં ત્યાં ખેાળું જડતા નથી, ઘણું જુગ વહી જાય; રાતને દિવસ વહી જાય છે, હજી નાથ ના સુહાય. આવે. ૩ ખાટ બિછાવું તન મંદિરે રે, ગુંથું કલિઓના હાર, આવે આનન્દઘન નાથજી, ઘેર વરતે જયકાર. આ . ૪
For Private And Personal Use Only