________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શબ્દ રચનામાં છેવટે કોઈ કબીરજીનું નામ ઉમેરે છે તો કોઈ એજ વાણીને અંતે આનંદઘનનું નામ ઉમેરે છે આ કવિશ્રી અજીતસાગર અરિજીએ પણ અવળ વાણુમાં પિતાના સ્વતંત્ર વિચારે દરશાવેલા છે. અવળ વાણને અર્થ કરવામાં શાસ્ત્રી પુરાણું કે ન્યાય ભણેલા પંડિતનું કામ નથી. ન્યાય ભણેલા કે વ્યાકરણ શીખેલા પંડિતો તો માત્ર શબ્દાર્થ જ કરી શકે છે કે તે સંબંધી ઉહાપોહ ચલાવી શાસ્ત્રાર્થ સાધી શકે છે પણ અવળવાણુના ખરા અર્થને તેઓ પામી શકતા નથી અવળ વાણીનો અર્થ કરવો એ અનુભવી મહાભાઓનું કામ છે એમાં ડહાપણ કામ કરતું નથી. એક કહેવત ચાલી આવે છે કે “જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને
જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી આપણે આ કવિનું અવળ વાણીનું એકાદ પદ જોઈએ.
વિના વાદળી ઝરમર ઝરમર અખંડ ઘોર વરસે વરસાદ વિના ગંગના પ્રબલ ધોધ અહીં ગુણગંભીર થાતા ઘોંઘાટ; વિના પાણી ઉછળે છે સાગર વચમા ઘુમે અગણિત નાવ: વિના હસ્તે પદ પ્રબલ મલ્લજન રમે રમાડે દિલના દાવ. વિના મોરલી વૃંદાવનમાં કૃષ્ણચંદ્રને જાગી ધૂન, વિના મોરબી શ્રી ગોકુલમાં ગેપ ગોપીને લાગી ધૂન; વિના કૃષ્ણ આ ગોકુલીઆમાં વાગે બંસી કેરાનાદ; વિના રામશ્રી અવધપુરીમાં દશરથ નૃપ પામ્યા આલ્હાદ.”
ગમે તેવા વિષય ઉપર કાવ્ય કરતાં કવિ તે હમેશાં દુનિઓના દુઃખિત દિલેને દિલાસાના અને સાવચેતીના ઉપદેશોજ આપ્યા કરે છે, આ ઉપદેશ આપતાં ભ્રમરને ઉદ્દેશીને કવિ કહે છે કે,
“ પંકજથી પૂરાયેલું, દેખી રમ્ય તળાવ;
ભ્રમર કમળ પર જઈ ઠર્યો, લેતો મધુનો લાવ. ચૂસે રસ વશ થઈ, અપૂર્વ ઉર ઉમંગ; મસ્ત થયો મધુપાનથી, અંતર મેહ અભંગ.
For Private And Personal Use Only