________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૬) સત્યવાદી વળી હરિશ્ચન્દ્ર જે, મરણ લગી સત્ નવ તજનાર;
આદ્ય વેદ્ય શ્રી ધનંતરી, વૈદ્ય શાસ્ત્રના સરજનહાર; સંજય સમ શત કેશ રહી જ્યાં, સજજન થયા સમર જેનાર;
એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર ? વાર હજાર. ૭ શત પુત્ર સંહાર્યા તો પણ, વસિષ્ઠ સમ શાન્તિ ધરનાર; પરશુરામ સમ ફરશી ધરતા, ભગવત ઉપમાને ભજનાર; તપસ્વી વિશ્વામિત્ર સરીખા, અનહદ શક્તિના જનાર;
એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો ? વાર હજાર. ૮ ભવભૂતિ શ્રીહર્ષ માઘ ને, મહા કવિવર કાલીદાસ, ઘટ ખપર ભારવિને ભામહ, જગન્નાથ જ્યશાલી ખાસ અલંકાર જ્ઞાતા શ્રી અમ્પય, આદિક જેને શુભ પરિવાર;
એ મહારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૯ શ્રવણ થાય આ પૃથ્વીરાજના, ધનુષ તણે હજીએ ટંકાર; પૂર્ણ પરાક્રમી પ્રતાપરાયની, સ્વધર્મ નિષ્ઠા અપરંપાર; અંતિમ આ વસુધાધિપતિ જ્યાં, શૂરવીર શિવાજી સરકાર;
એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૦ સૂર્ય તણું ઉપમા લેનારા, ભાષા કવિ સુંદર સુરદાસ; ચન્દ્ર તણા નિર્મળ જશ વાળા, કવિ શિરોમણિ તુલસીદાસ ચંદ ગંગ આદિક અનુપમ, કવિત્વ કૃતિના જાણનહાર
તે હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હે? વાર હજાર. ૧૧ રંતુ પૂજન–વસંત પૂજે પ્રેમ કરીને, પુષ્પ લઈને જેના પાય;
ગ્રીષ્મ સૂર્ય લઈ આરતી કરતો, પરમ કૃતારથ ઉરમાં થાય; વર્ષો પણ શુભ સ્નાન કરાવે, મેઘ તણે બજવીને હાર;
એ હારી પ્રિય ભરત ભૂમિને, નમસ્કાર હો? વાર હજાર. ૧૨ વાદળીએ આકાશે આવી, છત્ર ધરાવે છે સુખકાર; ઝાંખા તારાઓને જેમાં, મૈક્તિક રૂપ ઝગે ઝલકાર;
For Private And Personal Use Only