________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- છે. મુનિરાજેનું લખાણ ગમે તેવું હોય તે પણ તે જૈન સમાજના મુનિરાજે તરફના અત્યંત ભાવને કારણે ચિરસ્થાયી રહિ શકે છે. આસ્થળે સ્પષ્ટ શબ્દોમાં લખવાની જરૂર પડે છે કે આ વીસમી સદી છે. આજે સારી દુનિયા ભરમાં જમાનો બદલાઈ ગયો છે. સારી દુનિયામાં વધારેમાં વધારે સુધરેલી ભાષા બોલાય છે અને લખાય છે. ભાષાના સુધારાની સાથે વિચારમાં પણ પારાવાર સુધારા વધારા થયા છે સોળમી કે સત્તરમી શતાબ્દિ કરતાં આજે ગણગણી વધારે કિંમતવાલી કવિતાઓ લખાય છે આવા સુધરેલા જમાનામાં પણ જૈન ધર્મના પવિત્ર મુનિરાજે ચાલુ આગળ ધપતા જમાનાના અપરિચયને લીધે હજીયે સવિ, ઈમ, ઇણિપરે નવરી વગેરે સત્તરમી સદીના શબ્દોનો પ્રયોગ કર્યો જ જાય છે, દેશકાળ પર સુધારા વધારા કરવાની શ્રી પ્રાતઃસ્મરણીય સર્વત તીર્થકર દેવોની સાફ આજ્ઞા છે. જે મુનિરાજે પિતાની સગવડતા વધારવા વગેરેની ખાતર આચારાદિકમાં યથાયોગ્ય સુધારા કરતા રહે તો તેમણે ભાષાદિકમાં પણ અવશ્ય સુધારા કરવા ઘટે છે. શ્રી પ્રાતઃસ્મરણીય શત્રુંજયગિરિ રાજ જેમ જૈન ભાઈઓનો પ્રાણ છે તેમ મુનિરાજે જેનભાઈઓનું - હૃદય છે. મુનિરાજેની સંસ્થા એ ઘણી જ ઉપયોગી અને સનાતન સંસ્થા છે. જ્યાં સુધી આ ભૂતલ ઉપર એક પણ મુનિરાજ વિચરતા રહેશે ત્યાં સુધી જેનધર્મ સૂર્ય અને ચંદ્રની પેઠે સદાયે પ્રકાશ રહેશે. શ્રાવકે તો માત્ર ધર્મ પાળે છે પણ ધર્મવૃક્ષના મૂળમાં જળ સિંચન કરીને તેને જાગનો જીવતો ફાલતો પુલ અને વૃદ્ધિ પામત -મુનિરાજ રાખી શકે છે જ્યારે મુનિરાજોને અભાવ હોય છે ત્યારે
પવિત્ર તીર્થો પણ ધર્મરક્ષણનું મહાન પવિત્રકાર્ય કરે છે. કહેવાનો ભાવાર્થ એછેકે મુનિરાજની સંસ્થા એ અત્યંત ઉપકારક સંસ્થા છે અને એવી ‘ઉપકારક સંસ્થા જે આગળ ધસી રહેલા ચાલુ જમાનાનો અભ્યાસ કરીને પિતાની ભાષાને હાલે છે તેથી એ વધારે સંસ્કારિત કરેતે ગુજરાતી ભાષાની મહાન સેવાઓ જેમ અગાઉ બજાવી છે. તેમ તેથી ચે
For Private And Personal Use Only