________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
===
(૭૦૨ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
આપત્તિકાલે વર્તવાના માર્ગે જુદા જુદા પ્રકારના દેખાશે. એક વખત ગ્રીસની રાજ્યધાની એથેન્સમાં સર્વ લોકો ક્ષત્રિય બન્યા હતા. તે દેશની પડતીની સાથે ક્ષાત્રકમગીઓનો નાશ થયો તેની સાથે વિદ્વાને વ્યાપારીઓ અને શુદ્રોને નાશ થયો. તે દેશની પુનઃ પ્રગતિમાં પશ્ચિાત્ આપદ્ધર્મ સેવીને ચારે પ્રકારના મનુષ્ય બનાવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી. હાલમાં જર્મની વગેરે દેશમાં લાખો પુરુષોના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સોળ વર્ષની ઉમરે લગ્ન તથા એક પુરુષને અનેક પત્નીઓ કરવાનો આપદુધર્મ સેવવાનો પ્રસંગ આવી પહોંચે છે. ઈંગ્લાંડ, કાન્સ, જર્મની વગેરે દેશોના મનુષ્યો જો યોગ્ય આ ધર્મકમેને સેવશે તો તે પુનઃ પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કામમાં પ્રગત્યર્થે આપત્કાલે વિચારમાં અને કર્મમાં સુધારાવધારાનાં પરિવર્તન થતાં નથી, તે કેમ મૃત્યુશરણભૂત થઈ જાય છે. દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેએ આપત્તિકાલે આપદ્ધર્મ સેવા જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદ્ધર્મને સેવતા નથી તેઓ પાપી કરે છે અને જેઓ આપદ્ધર્મને સેવે છે તેઓ ધર્મ કરે છે. જૈનકોમમાં વિદ્યાબેલ, ક્ષાત્રબલ, વૈશ્યકર્મગુણબલ અને શૂદ્રબલ આદિ અનેક બલેની જરૂર છે અને તે આપદુધર્મકર્મના વિચારોને અને આચારને સેવ્યા વિના પ્રાપ્ત થાય તેમ નથી, માટે સર્વ પ્રકારના ધર્મોને જાણનાર ધર્મકર્મયોગીઓએ આપદુધર્મકર્મને સેવી જૈનધર્મને ઉદ્ધાર કરવા જોઈએ. આપદુદ્ધારક શાસ્ત્રો, આપદુદ્ધારક કર્મો વગેરેને જેઓ આપત્તિકાલમાં સ્વીકારતા નથી, તેઓને અને નાશ થયા વિના રહેતે નથી. ઉત્સર્ગની સાથે સદા અપવાદધર્મ હોય છે એમ સર્વજ્ઞપરમાત્મા જણાવે છે. સાધુઓને અને ગૃહસ્થને ઉત્સર્ગ ધર્મમાર્ગે ચાલવાના શાસ્ત્રોમાં જેઓ આપવાદિક ધર્મકર્મો કે જે વર્તમાનમાં સેવવા લાયક છે તેઓને નિષેધ કરે છે. તેઓ ધર્મના નાશકારક રાક્ષસ જેવા અવબોધવા. સાધુઓએ અને ગૃહસ્થોએ ધમપત્તિપ્રસંગે આપદુદ્ધારક આપદ્ધર્મ સેવ જોઈએ. દ્રવ્યક્ષેત્રકાલભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક કર્તવ્યધર્મના નાશકારક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચયથી વ્યવહારથી ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મનું સ્વરૂપ અવબોધીને તે કરવું જોઈએ. અનેક દષ્ટિવડે કર્તવ્યધર્મકર્મોનું સ્વરૂપ વિચારવું જોઈએ. પરસ્પર સાપેક્ષ અનેક દૃષ્ટિવડે જે કાલે જે ક્ષેત્રે જે અધિકાર જે કરવાથી સ્વાત્માને સંઘને સમાજને દેશને વિશેષ લાભ થાય તે કરવું જોઈએ. લેહવણિફની પિઠે અમુક મલ્યું તે ત્યાગવું નહીં–એમ કદાગ્રહ ન કરવું જોઈએ. વિશ્વમાં સર્વ સદુધમેં જાણવા યોગ્ય છે પરંતુ કરવામાં તે જે કર્મ સ્વાચિત હોય તે કરવું જોઈએ. સધર્મનું અને અસદુધર્મોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનું થતું નથી. એકને એક ધર્મ વસ્તુતઃ એક અપેક્ષાએ સદ્ધર્મ છે અને તે અન્ય અપેક્ષાએ અસદુધર્મ છે. જે
For Private And Personal Use Only