________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સશુની સેવા શા માટે ?
( ૬૮૭ )
હૃદય સન્મુખ ધાર જોઈએ. આચાય ઉપાધ્યાય સાધુ વગેરેની જગમયાત્રા ગણાય છે. સ્થાવરતીર્થયાત્રા કરતાં જંગમતીર્થયાત્રાદિથી અનન્તગુણલાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યએ હર્ષોલ્લાસથી સાધુઓની યાત્રા કરવી જોઈએ. તાપૂનાં નં તીર્થમૂતા સાધવા તીર્થ ઋત્તિ માટે ના સાધુસમાજ સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુએ તીર્થસ્વરૂપ છે. સ્થાવરતીર્થો તે અમુક કાલે ફલ આપે છે; પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ અર્પે છે. પરદેશી રાજાએ કેશકુમારસાધુને સમાગમ કર્યો તેથી પરદેશી રાજાને ધર્માધિની પ્રાપ્તિ થઈ. તદ્રત જેઓ ચારિત્રપાત્ર સાધુઓની યાત્રાઓ કરે છે તે અવશ્ય તુર્ત ફલને પ્રાપ્ત કરે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હદયશક્તિ અને શારીરિક શક્તિ કરવી જોઈએ, તીર્થોની યાત્રાએથી અનેક પ્રકારના વ્યાવહારિકલાની તથા ધાર્મિક લાભની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સાધુઓની યાત્રાએ કરીને ઉત્તમ સર્વિચારની અને સદાચારોની પ્રાપ્તિ કરવી જોઈએ. મેક્ષમાર્ગાનુસારી અને સમ્યગદર્શનમૂલ એવી સાધુતીર્થયાત્રા છે. મોક્ષમાર્ગ પ્રસાધક એવી શ્રી સદ્ગુરુની યાત્રા કરવી જોઈએ. શ્રી ધર્માચાર્યની યાત્રા કરવાથી વિવેકાદિ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે. પરમેપકારી શ્રી ગુરુના બધે પ્રમાદ વગેરે દુષ્ટ શત્રુઓનો નાશ થાય છે અને ક્ષણે ક્ષણે આધ્યાત્મિક નિમર્તતાની વૃદ્ધિ થાય છે. શ્રી સદ્ગુરુની યાત્રાથી દ્રવ્યસમાધિની અને ભાવસમાધિની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના ધર્મોની સિદ્ધિ માટે શ્રી ગુરુની શ્રેષ્ઠયાત્રા માનેલી છે. શ્રી સદ્દગુરુયાત્રાથી અનેક પ્રકારના અસદ્દવિચારોને અને દુરાચારને નાશ થાય છે તથા સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મગીપદની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની ઉન્નતિની દિશા દેખાડનાર તથા આત્માની જાગૃતિ કરનાર શ્રી સદગુરુના ચરણમાં લયલીન થવું જોઈએ. આત્મજ્ઞાની સદૂગુરુના પાસમાં વસવાથી તેમના વિચારોની અને આચારોની મૂર્તિ બની શકાય છે. શ્રી ધર્માચાર્યની સેવામાં અને તેમની આજ્ઞામાં નિષ્કામભાવે રહેવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં જેટલાં તીર્થો છે અને તે તીર્થોથી આત્મારૂપ તીર્થની શક્તિ પ્રકટાવવી એમ શ્રી સદ્ગુરુ પ્રબોધે છે માટે પૂજ્યજ્ઞાની સદ્ગુસ્ની યાત્રાને એક વર્ષમાં ઘણીવાર ભક્તિ બહુમાનથી કરવી જોઈએ.
અવતરણું–શુભદાનપ્રવૃત્તિ-તીર્થયાત્રાપ્રવૃત્તિ આદિપ્રબોધક શ્રી સદૂગુરુની સેવા ભક્તિ કરવી જોઈએ. તેમની આજ્ઞા પ્રમાણે વતી આત્માની શુદ્ધતા કરવી જોઈએ તે દર્શાવે છે.
आत्मज्ञानप्रदः सेव्यः सदगुरुः पूर्णभक्तितः। वैयावृत्यादि सत्कृत्यैः कृतज्ञादिगुणान्वितैः
| ૨૩s |
For Private And Personal Use Only